ડોન-૩માં ખરેખર ડોન કોણ બનશે એ એક કોયડો
ડોન-૩ની સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલુ થઇ ગયું છે. પરંતુ હજી સુધી નક્કી નથી થયું કે ડોન-૩માં લીડ રોલ કોણ કરશે. આમ તો ડોન ફિલ્મનું નામ આવે એટલે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના નામ જ યાદ આવે, પરંતુ આ ફિલ્મની આગામી સિરીઝમાં શાહરૂખ કામ કરે તેવી શક્યતાઓ ઓછી વર્તાઇ રહી છે. શાહરૂખે પોતાના એક ઇન્ટરવ્યૂમાં એવી હિન્ટ આપી હતી કે લોકોને મને સેક્સી અવતારમાં જ જોવો ગમે છે તો હું તેવા અવતારવાળી જ આગામી ફિલ્મ કરીશ. તેના ઉપરથી આઇડિયા આવે કે કદાચ શાહરૂખ ડોન ફિલ્મની જ વાત કરી રહ્યો છે. પણ બીજી વાત એ પણ જાણવા મળી રહી છે કે આ ફિલ્મમાં રણવીર સિંહને લેવાની પણ વિચારણાઓ ચાલી રહી છે. જેમ હાલમાં રણવીર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ શાહરૂખની જગ્યા તે ડોનમાં લઇ લે તો નવાઇ નથી. વળી ઝોયા અખ્તર અને રણવીર સારા મિત્રો પણ છે. જ્યારે ડોનનું પ્રોડક્શન પણ ઝોયાની કંપની જ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ડોન-૩માં ખરેખર ડોન કોણ બનશે એ એક કોયડો appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/in-don-3-really-don-koen-bing/
via Best Gujarati News
0 Comments