રણવીર સિંહ આજકાલ દરેક ડાયરેક્ટરની પહેલી પસંદગી બની ગયો છે. અને કેમ ન બને, તે ગલી બોય જેવી સિરિયસ ફિલ્મો પણ કરી જાણે છે તો પદ્માવત જેવો નેગેટિવ રોલ પણ બખૂબી કરી લે છે. દિલ ધડકને દો જેવી હળવીફુલ ફિલ્મ પણ રણવીર ખૂબ સારી રીતે કરી લે છે. આમ જો કોઇ ડાયરેક્ટરને પોતે કોઇપણ પ્રકારનું કેરેક્ટર પોટ્રે કરાવવું હોય તે કેરેક્ટર રણવીર સારી રીતે જ કરી લેશે તેવો વિશ્વાસ હોય તો રણવીરને પોતાની પસંદગી શું કામ ન બનાવે? વેલ, અહીં જણાવીએ કે યશરાજની આગામી ફિલ્મ તેમણે રણવીરને ઓફર કરી હતી, જેને માટે રણવીર હાલ વિચારણા કરી રહ્યો છે. પણ જો તેને સ્ક્રિપ્ટ ગમશે તો તે જરૂર આ ફિલ્મ કરશે. આ ફિલ્મમાં રણવીરની સાથે માનુષી છિલ્લર રોમાન્સ કરતી નજરે ચડશે. માનુષી સાથે પણ યશરાજ બેનર વાત ચલાવી રહ્યું છે. જો બધું સુખરૂખ થઇ જશે તો માનુષી અને રણવીર  એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મિસ વર્લ્ડ સાથે રોમાન્સ કરશે રણવીર, દીપિકા સાવધાન appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/romance-with-miss-world/
via Best Gujarati News