આજકાલ અનુષ્કા શર્મા કોઇ ખાસ પ્રોજેક્ટમાં વ્યસ્ત નથી જોવા મળતી. તે વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં બસ પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે. હાલમાં તે એક વેબ સિરીઝ પોતાના ભાઇ સાથે મળી પ્રોડયૂસ કરી રહી છે. તે સિવાય અનુષ્કાની ગત વર્ષના અંતમાં એક ફિલ્મ ઝીરો આવી હતી, જેણે ખાસ સારો દેખાવ નથી કર્યો. ત્યારે એક સમાચાર આજકાલ ખૂબ વહેતા થવા લાગ્યા છે કે અનુષ્કા ગર્ભવતી છે. -અને એટલે જ તે વિરાટથી દૂર રહેવા નથી માંગતી. તે પોતાના પતિ સાથે જેટલો બને તેટલો સારો સમય પસાર કરવા માગે છે. વળી ગર્ભવતી હોવાના કારણે જ અનુષ્કા હાલમાં કોઇ નવા પ્રોજેક્ટ્સ પણ સ્વીકારી નથી રહી. આ હકીકત પણ છે કેમ કે ઝીરો ફિલ્મ રિલીઝ થયા બાદ અનુષ્કાએ હજી સુધી પોતાની આગામી ફિલ્મ વિશે જણાવ્યું નથી. તેમજ તે હાલ કોઇ ફિલ્મનું શૂટિંગ પણ નથી કરી રહી, ત્યારે આ વાત સાચી હોવાનું માનવામાં આવે છે. જો કે અનુષ્કાની પ્રેગ્નન્સી અંગે હજી સુધી વિરાટે કે તેણે કોઇ ખુલાસો કે જાહેરાત નથી કરી. પરંતુ આપણને અનુભવ છે કે લગ્ન સમયે પણ બંનેએ પોતાના લગ્નની વાત શક્ય તેટલી છુપાવી હતી. તો હવે જોવું રહ્યું કે વિરાટના ઘરે પારણું બંધાવાનું છે કે આ માત્ર અફવા જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું અનુષ્કા શર્મા સારા સમાચાર આપવાની છે?   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/what-anushka-sharma-sara-sam/
via Best Gujarati News