ઘરેલુ હિંસાનો ભોગ બની સૌમ્યા શેઠ
બોલિવૂડ સ્ટાર ગોવિંદાની ભાણેજ સૌમ્યા શેઠ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે ૨૦૧૧માં નવ્યા નામની સીરિયલમાં નવ્યાનો લીડ રોલ કરી ઘર ઘરમાં જાણીતી બની ગઇ હતી. આ સીરીયલ બાદ સૌમ્યાએ યે હૈ આશીકી, એમ.ટી.વી. વેબ્ડ, દિલ કી નઝર સે ખૂબસૂરત જેવી સીરિયલ કરી હતી. આ સીરિયલ બાદ સૌમ્યા ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલમાં નજર આવી ચૂકી છે. સૌમ્યા હાલ તો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પણ તે સોશિયલ મીડિયા ઉપર ઘણી જ એક્ટિવ છે. તેણે તાજેતરમાં જ પોતાની એક પોસ્ટ દ્વારા પોતે ઘરેલુ હિંસાનો ભોગ બની હોવાનું ફેન્સને જણાવ્યું હતું. સૌમ્યાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે જે સમયે મૈં નવ્યાનો રોલ કર્યો ત્યારે હું માત્ર ૨૧ વર્ષની જ હતી અને આ દુનિયાને પ્રેમથી ભરી દેવા માંગતી હતી. મને વિશ્વાસ હતો કે પરીકથામાં અને પરીકથામાં જેમ પ્રિન્સેસને લેવા માટે તેનો પ્રિન્સ આવે છે તેમ મારા માટે પણ મારો પ્રિન્સ આવશે. પણ મેં જીવનમાં ખોટું, દગો, ડ્રગ્સ, ઘરેલુ હિંસા બધું જ જોઇ લીધું. અને હવે મને ખ્યાલ આવી ગયો છે કે મેં જે વિચાયુંર્ હતું તે માત્ર કલ્પનાઓ જ હતી. આવું હકીકતમાં ક્યાંય નથી હોતું. અત્રે ઉલ્લેખનીય છે કે સૌમ્યાએ અરુણ નામના તેના બોયફ્રેન્ડ સાથે માત્ર પરિવારની હાજરીમાં ચાર વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે એક દીકરાને પણ જન્મ આપ્યો હતો. હવે તે પોતાના પતિથી અલગ રહે છે. અને ડિવોર્સ લેવાની છે, કેમ કે તે પોતાના લગ્નજીવનમાં ઘરેલુ હિંસાનો ભોગ બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઘરેલુ હિંસાનો ભોગ બની સૌમ્યા શેઠ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/domestic-violence-victim-be-soom/
via Best Gujarati News
0 Comments