જસલીને અનુપ નહીં પણ બીજા કોઈ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો
જસલીન અને અનુપ જલોટા જ્યારે બિગ બોસના ઘરમાં ગયા ત્યારે ચર્ચાનો વિષય બની ગયા હતા. અનુપ જલોટાને આટલી આકર્ષક ગર્લફ્રેન્ડ હોવાનું કોઇ માની નહોતું શકતું. અલબત્ત શોમાં તો આ બંનેએ પોતાના સંબંધ ખૂબ ક્લોઝ હોવાનો જ દાવો કર્યો, પણ અનુપ જલોટા જેવા શોમાંથી આઉટ થયા કે તરત જલસીનના પિતા તેને ઘરે પહોંચી ગયા અને અનુપ જલોટાએ મીડિયા સામે વાત મૂકી કે જસલીને બિગ બોસમાં જવા માટે ખોટા સંબંધો દુનિયા સામે મૂક્યા. ખરેખર અનુપ અને જસલીન વચ્ચે માત્ર ગુરુ શિષ્યાનો જ સંબંધ છે. બિગ બોસના ઘરમાં બીજી પણ એક વાત જાણવા મળી હતી કે જસલીન સિંગર સુખવિંદરને ડેટ કરી રહી હતી. આ બંનેએ ઘણાં રિયાલિટી શોઝ સાથે કર્યા છે. અને આ શો થકી જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ બિગ બોસમાં આવ્યા પહેલાં બંને અલગ થઇ ગયા હતા. જો કે હવે ફરીથી જસલીન અને સુખવિંદર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. અને આ વાત જ્યારથી જસલીન સુખ્ખીએ સાથે જસલીનનો જન્મોદિવસ ઊજવ્યો ત્યારથી વહેતી થઇ છે. સુખવિંદરે ખાસ જસલીનના જન્મદિવસ ઉપર પાર્ટી રાખી હતી. અને બંને ખૂબ ખુશ જણાતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જસલીને અનુપ નહીં પણ બીજા કોઈ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/jasleen-anup-naa-ki-ii-k/
via Best Gujarati News
0 Comments