ફરી એક રિયાલિટી શોમાં જોવા મળશે શ્રીસંત?
બિગ બોસની બારમી સીઝનમાં આપણે બધાં જ શ્રીસંતને ભરપૂર બબાલ કરતાં જોઇ ચૂક્યા છીએ. આ શોમાં તેણે પબ્લિસિટી માટે અનેક પેંતરા કર્યા છે. અને પોતે આ શો જીતે તે માટે બધાં જ પ્રયત્નો કરી લીધા હતા. અલબત્ત તે વિનર તો ન બની શક્યો, પણ બિગ બોસની બારમી સીઝન બાદ તરત જ તેને ખતરો કે ખીલાડી નામનો બીજો રિયાલિટી શો મળી ગયો હતો. આ શોમાંથી પણ શ્રીસંત તેના અજીબ વર્તનને કારણે બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ શ્રીસંત ત્રીજા રિયાલિટી શોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે આ શોમાં તે એકલો નહીં જોવા મળે. તેની સાથે તેની પત્ની ભુવનેશ્વરી પણ જોવા મળશે. વેલ તમને જણાવી દઇએ કે નચ બલીયે માટે શ્રીસંત અને ભુવનેશ્વરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગે હાલમાં બંને વિચારણા કરી રહ્યા હોવાનું શ્રીસંતે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મને ડાન્સ આવડે છે, મને ગમે પણ છે, પણ મારી પત્નીએ કદી ડાન્સ નથી કર્યો, તે કેમેરા સામે આવતા ગભરાય છે. તેથી હજી તેણે આ અંગે કોઇ નિર્ણય નથી કર્યો. હું તેને ફોર્સ નથી કરવા માંગતો તેથી આ શો કરવો કે ન કરવો તે હવે ભુવનેશ્વરીના હાથમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફરી એક રિયાલિટી શોમાં જોવા મળશે શ્રીસંત? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/re-a-reality-show-jove/
via Best Gujarati News
0 Comments