આશ્કા ગોરડીયા ટી.વી.માં કમબેક કરશે
છેલ્લાં ઘણાં સમયથી આશ્કા નાના પડદેથી દૂર રહી છે. આ વર્ષોમાં તેણે પોતાના હોઠ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવી અને લગ્ન પણ કરી લીધા છે. આશ્કાએ એન.આર.આઇ. સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તે પોતાના પતિ સાથે સમય પસાર કરી રહી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ખૂબ જલદી તે નાના પડદે પાછી આવી રહી છે. આશ્કા આ પહેલાં પોતાના નેગેટિવ પાત્ર માટે જાણીતી હતી. હવે પણ તે એકતા કપૂરની સીરિયલમાં નેગેટિવ રોલ કરતી જ જોવા મળશે. આશ્કા એકતાની હિટ સીરિયલ ડાયનથી કમબેક કરવાની છે. આજકાલ તે આ સીરિયલમાં પોતાના રોલ વિશે જાણી રહી છે અને સ્ક્રિપ્ટ વાંચી રહી છે. તેને આ વાર્તા ખૂબ પસંદ આવી છે અને ટૂંક સમયમાં જ તે નાને પડદે ડાયન સીરિયલમાં જોવા મળશે. આશ્કાના ફેન્સ માટે આ ખરેખર ખૂબ સારા સમાચાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આશ્કા ગોરડીયા ટી.વી.માં કમબેક કરશે appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/ashoka-gordia-t-v-in-cum/
via Best Gujarati News
0 Comments