ઝીણી નજરે :- રમેશ દેસાઈ

છેલ્લા લાખ વર્ષમાં માનવજાતે જેટલાં પરિવર્તનો જોયા લગભગ તેટલાં કે તેથી પણ વધુ છેલ્લી અડધી  સદીમાં આપણે જોયાં છે. ઝડપી પ્રવાસ, શ્રમનો ઘટાડો, સ્ત્રી-પુરુષ સમાનતા, આહારમાં ફેરફર અને ખાસ તો કમ્યુનિકેશન… આ બધાં ક્ષેત્રોમાં રોકેટની સ્પીડે આવેલા પરિવર્તનો સાથે કદમ મિલાવવામાં આધુનિક માનવી બિચારો હાંફી રહ્યો છે.

પણ આટલાં પરિવર્તનો જાણે ઓછાં હોય તેમ હજુ ઘણાં વધારે અને વધુ ઝડપી પરિવર્તનો આગામી વર્ષોમાં જોવાં મળવાનાં છે.

ફ્ક્ત એક જ ટેક્નોલોજીની વાત કરીએ. તે છે ૫જી.

મોબાઈલના આ યુગમાં ટુજી, થ્રીજી, ફેરજી જેવા શબ્દો વિશે ખુલાસો કરવાની જરૂર નથી. સૌને ખબર છે કે આ વાયરલેસ નેટવર્કની સ્પીડ સૂચવતા શબ્દો છે. અત્યારે ફેરજી ટેક્નોલોજી તો વિશ્વવ્યાપી બની જ ચૂકી છે. હવે જે ૫જી આવશે તેને લીધે સ્વયંચાલિત શસ્ત્રો, રિમોટ રોબોટિક સર્જરી, સેલ્ફ્ ડ્રાઈવિંગ કાર, આર્િટફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન ર્લિંનગ વગેરે ક્ષેત્રોમાં મોટા ફેરફરો જોવા મળશે.

વાત માથા પરથી ગઈ?

ઓકે, સમજાય એવી ભાષામાં વાત કરીએ. દક્ષિણ કોરિયા અને અમેરિકામાં અત્યારે ૫જીની શરૂઆત થઈ ચૂકી છે. હજુ એ પ્રારંભિક તબક્કે છે, પણ થોડાં જ વર્ષોમાં એ વેગ પકડશે પછી ૫જીમાં મોબાઈલ ડેટાની સ્પીડ ૪જી કરતાં ૧૦૦ ગણી વધારે હશે. પરિણામે, આખેઆખી એચડી મૂવી થોડી જ સેકન્ડ્ઝમાં ડાઉનલોડ  થઈ શકશે.

ડીબીએસ ગ્રુપ રિસર્ચ નામની એક સંશોધન સંસ્થાનું કહેવું છે કે ગયા વર્ષે વિશ્વના ૧.૧ અબજ ઉપકરણો એકમેકથી કનેક્ટેડ હતા, પરંતુ ૨૦૩૦ સુધીમાં ૧૨૫ અબજ ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હશે.

આનો એક અત્યંત મહત્ત્વનો લાભ મેડિકલ ક્ષેત્રમાં જોવા મળશે. ડેટા ટ્રાન્સમિશન, રોબોટિક્સ અને આર્િટફિશિયલ ઇન્ટેલિજન્સની સગવડ અને સ્પીડ વધવાને લીધે થોડાં વર્ષો બાદ દૂરના કોઈ ગામડામાં બેઠેલા માણસની માંદગીનું નિદાન તો પળવારમાં થશે જ, સાથોસાથ જરૂરી જણાય તો રોબોટ્સ દ્વારા તેની સારવાર અને ઇવન ઓપરેશન પણ ફ્ટાફ્ટ થઈ શકશે. એ માટે પેશન્ટે પોતાનું ગામડું તો ઠીક, ઘર પણ નહીં છોડવું પડે.

આઈએચએસ ર્માિકટ નામની અભ્યાસ-સંસ્થાનું અનુમાન છે કે પ્રિન્ટિંગ પ્રેસ, વિજળી અને વરાળ યંત્રની શોધથી માનવસંસ્કૃતિમાં જેટલા પરિવર્તનો આવ્યા એટલાં જ પરિવર્તનો ૫જી ટેક્નોલોજીને લીધે જોવા મળી શકશે. આ સંસ્થા વધુમાં જણાવે છે કે ૫જી ટેક્નોલોજીને લીધે માણસોની અને મશીનોની કાર્યક્ષમતામાં પ્રચંડ વધારો થવાને લીધે સરવાળે સમગ્ર વિશ્વની પ્રજાના જીવનધોરણમાં ભારે સુધારો જોવા મળશે. આ સંસ્થા જણાવે છે કે ૨૦૩૫ની સાલમાં એકલી ૫જી ટેક્નોલોજી જ ૧૨ ટ્રિલિયન ડોલરની રકમના નવા વધારાના વેચાણનો આધાર બનશે. ૧૨ ટ્રિલિયન ડોલર કોને કીધા છે? ગયા વર્ષે આખેઆખા ચીન દેશનું અર્થતંત્ર ૧૨ ટ્રિલિયન ડોલરનું હતું.

ટૂંકમાં, ૫જીને લીધે બિઝનેસ વધશે, ઇકોનોમીને વેગ મળશે.

આ તો થઈ સારી સારી વાતો.

સામે પક્ષે ૫જીને લીધે ઊભી થનારી મુશ્કેલીઓ વિશે પણ જાણી-સમજી લેવા જેવું છે. પહેલી વાત એ  કે  ૫જીનો એક બહુ મોટો પ્રભાવ સ્વયંચાલિત વાહનોના ક્ષેત્રમાં જોવા મળશે. કાર અને ટ્રકથી માંડીને હવાઈજહાજો, દરિયાઈ જહાજો અને ઇવન ટ્રેક્ટરોમાં સ્વયંચાલનનું ચલણ વધશે, પરિણામે દુનિયાભરમાં લાખોની સંખ્યામાં ડ્રાઈવરો રોજી ગુમાવશે.

માત્ર ડ્રાઈવરો જ નહીં, ઓફ્સિોમાં અને  ફેક્ટરીઓમાં જે બધાં કામો એકધારા હોય છે, જે મશીનો પણ કરી શકે તેવાં હોય છે  તે લગભગ બધાં જ કામો મશીનો દ્વારા થવાને લીધે દુનિયાભરમાં કરોડો લોકો રોજગાર ગુમાવશે.

અને હા, વિશ્વ વધુ અસુરક્ષિત બનશે એ પણ ખરું. ૫જી ટેક્નોલોજીને લીધે શસ્ત્રો દ્વારા થતાં હુમલા વધુ ઝડપી અને ધારદાર બનશે તથા વૈશ્વિક ડેટા આપસમાં વધુ કનેક્ટેડ થવાને લીધે માહિતીની ગુપ્તતા અને સુરક્ષા જાળવવાનું વધુ અઘરું બનશે. સાદા શબ્દોમાં કહીએ તો ભાંગફેડિયાઓને વધુ મોકળું મેદાન મળશે.

બીજી વાત. અત્યારે ૪જીવાળા ફેનને લીધે પણ આખેઆખા માણસો આખેઆખો દિવસ ફેનમાં ખોડાયેલા રહે છે. પછી ૫જી આવ્યા પછી તો શું થશે? અત્યારે લોકો રાતે સૂતી વખતે ફેન પડખે રાખે છે. તો શું ૫જી આવ્યા પછી ‘આજે આવાં સપના જોવાં છે મારે’ એવો કમાન્ડ આપીને, ફેન માથે બાંધીને લોકો સૂવા લાગશે? રામ જાણે.

છોડો, વધુ ડરામણી વાતો નથી કરવી.

અત્યારે ફ્ક્ત એટલું જ યાદ રાખીએ કે આપણી જીવનશૈલીમાં ઘણાં મોટા ફેરફરો રાહ જોઈને બેઠાં છે. ૫જી અને બીજી અનેક ટેક્નોલોજી માનવજીવનને અને માનવસંસ્કૃતિને એટલી ઝડપથી બદલશે કે વૃદ્ધો-પ્રૌઢો તો ઠીક, જુવાનિયા પણ પૂછતાં થઈ જશેઃ આ બધું ક્યાં જઈને અટકશે?

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ૫જીથી લાઈફ કેટલી બદલાશે? appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/5-life-how-how-will-change/
via Best Gujarati News