ક્લાસિક :- દીપક સોલિયા

ધંધો બે ચીજનો થાયઃ ગુડ્ઝનો અને સર્વિસિસનો. એટલે જ તો આપણા નવા ટેક્સનું નામ ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ -જીએસટી- છે. એમાં બધા ધંધા આવી જાય (સિવાય કે કાળા ધંધા, જેમાં ટેક્સ નથી ચૂકવવામાં આવતો).

ફ્લ્મિ રોકેટસિંઘઃ સેલ્સમેન ઓફ ધ યરમાં આ બન્ને -ગુડ્ઝ અને સર્વિસિસના- ધંધાની વાત આવે છે.

ફ્લ્મિની વાર્તા એવી છે કે કમ્પ્યુટર (ગુડ્ઝ) વેચતી અને તેને લગતી સેવા (સર્વિસિસ) પૂરી પાડતી એક અત્યંત સફ્ળ કંપનીમાં હરપ્રીત (રણબીર) નામનો એક તાજો ગ્રેજ્યુએટ જોડાય છે. બી. કોમ.માં માંડ ૩૯ ટકાએ પાસ થયેલો હરપ્રીત એકદમ ડાઉન-ટુ-અર્થ છે. એને પોતાની મર્યાદાની ખબર છે. એ જાણે છે કે એને કોઈ મોટી કંપનીમાં લાખ રૂપિયાનો પગાર નથી મળવાનો કે એ ધંધો કરીને અંબાણી-અદાણી નથી બનવાનો. એટલે એ સફ્ળતાની ચાવીઓ ચીંધતી કોઈ ચોપડીમાં કે મોટિવેશનલ સ્પીચમાં પડયા વિના ચૂપચાપ મામૂલી સેલ્સમેનની નોકરી સ્વીકારી લે છે.

એનું કામ છે કમ્પ્યુટર વેચવાનું. પણ હજુ પહેલું કમ્પ્યુટર એ વેચે તે પહેલાં જ એની પાસે લાંચ માગનાર એક મોટા ગ્રાહક વિરુદ્ધ એ પેલા ગ્રાહકની કંપનીની ફ્રિયાદ પેટીમાં ફ્રિયાદ નાખતો આવે છે.

અને એનું આવી બને છે. મોટા ક્લાયન્ટને આવી રીતે બદનામ કરાય? તું ધંધો વધારવા આવ્યો છે કે ડૂબાડવા? આવા બધા વાંધા સાથે કંપનીનો બોસ પુરી (મનીષ ચૌધરી) હરપ્રીત પાસેથી સેલ્સનું કામ છીનવીને અલમોસ્ટ પ્યૂન લેવલનું કામ સોંપીને તેને સાવ જ હાંસિયામાં ધકેલી દે છે.

હરપ્રીત નવો-સવો છે, કાચો-કુંવારો છે, ધંધામાં ખોટું તો કરવું જ પડે એવા સંસ્કાર હજુ એનામાં ઉતર્યા નથી… પણ છોકરો છે સ્માર્ટ. એને રસ્તા કાઢતા આવડે છે. એ જુગાડુ છે. ફ્રેન્ડની પાર્ટીમાં ડીજે રાતે વહેલો ભાગવાની વાત કરે ત્યારે એને ફેસવાલી-પટાવીને મોડે સુધી રોકવાની કળા હરપ્રીત જાણે છે.

તો આ સ્માર્ટ હરપ્રીત બોસ પુરી સમક્ષ હાર સ્વીકારવાને બદલે ઉલટાનું એવું વિચારે છે કે આ પુરીને ધંધો કરતા નથી આવડતું. પુરીનું એક જ લક્ષ્ય છે, કોઈ પણ ભોગે, ઘરાકોને શીશામાં ઉતારીને, લાંચ આપીને ચિક્કાર વેચાણ કરવું અને પછી આફ્ટર સેલ્સ સર્વિસની જરૂર પડે ત્યારે પણ ઘરાકની દયા ખાધા વિના કમરતોડ ભાવ લઈને ઠાગા-ઠૈયા શૈલીમાં સેવા પૂરી પાડવી.

હરપ્રીતને લાગ્યું કે આ રીત ખોટી છે. આના કરતાં ઘરાકને લાભ થાય એ રીતે ઓછા નફવાળો ધંધો જો પ્રામાણિકતાથી કરવામાં આવે તો વધુ સફ્ળતા મળે.

ઔર કલ્લો બાત. ઓફ્સિમાં પુરી દ્વારા હૈડ હૈડ થતો હરપ્રીત એ જ પુરીની ઓફ્સિમાં બેસીને એ જ પુરી સામે હરીફઈમાં ઉતરીને કમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસનું પોતાનું કામકાજ નાના પાયે શરૂ કરે છે અને એ કામમાં પુરીની જ ઓફ્સિના માણસોને પાર્ટનર તરીકે (કર્મચારી તરીકે નહીં, ઇક્વલ પાર્ટનર તરીકે) પોતાની સાથે રાખીને ધંધાની નૌકા ધીમે ધીમે આગળ હંકારે છે.

પેલો પુરી એકદમ કમર્શિયલ છે, પ્રોફેશનલ છે, એગ્રેસિવ છે, નિષ્ઠુર છે. એ આંકડાનો માણસ છે, સફ્ળતાનો માણસ છે, દેખાડાનો માણસ છે. પુરીને ક્યાંય માણસો દેખાતા જ નથી. પુરી ઓફ્સિના સ્ટાફ્ને પણ નિર્જીવ ચીજવસ્તુ કે ભાજીમૂળાં જ ગણે છે, કસ્ટમરને પણ એ સફ્ળતાના નિર્જીવ પગથિયાં જ ગણે છે.

સામે પક્ષે હરપ્રીતને માણસની કદર છે. એ પટ્ટાવાળાની માનવીય ગરિમાને આદર આપે છે. એ કસ્ટમરને ફ્ક્ત પ્રોફ્ટિનું સાધન નથી ગણતો. એનું માનવું છે કે સેવા પૂરી પાડવી હોય ત્યારે ફ્ક્ત મેવાની સામે જ ન જોવાનું હોય. કસ્ટમર ખુશ થવો જોઈએ, આ છે મુદ્રાલેખ હરપ્રીતનો.

ટૂંકમાં કથા એવી છે ધંધો કરવાની બે રીત વચ્ચે જંગ છેડાય છે. એક રીતે જોતાં, અત્યારે આખા જગતમાં ઝડપી વિકાસ વિરુદ્ધ ટકાઉ વિકાસનો જે જંગ ચાલી રહ્યો છે તેની એક ઝલક પણ રોકેટ સિંઘના જંગમાં જોવા મળે છે. તો ફ્લ્મિમાં છેવટે નિષ્ઠુર-ઉતાવળી-અપ્રામાણિક રીતથી થતો ધંધો હારે છે અને પ્રામાણિકતા તથા માનવતા સાથે થતો ધંધો જીતે છે.

વાત ફ્ક્ત આટલી જ છે. અને વાત કહેવામાં પણ સોમાંથી સો માર્ક્સ મળે એવું નથી. ફ્લ્મિમાં તમને ક્યાંક લોચા પણ લાગી શકે. જેમ કે, ઓફ્સિમાં હડધૂત થતા હરપ્રીત પર સાથીઓ કાગળના એટલા બધા રોકેટ ફેંકે છે કે એ જોઈને વિચાર આવે કે આટલા રોકેટ તો ટીચરની ગેરહાજરીમાં સ્કૂલનાં છોકરાંવ પણ એકમેક પર ન ફેંકે. એ જ રીતે, એક ટ્રેઈની અત્યંત મોટી ‘ભૂલ’ કરે અને એ જરાય કામનો નથી એની ખાતરી થઈ જાય ત્યાર પછી બોસ પુરી શા માટે હરપ્રીતને તાત્કાલિક કાઢી નથી મૂકતો અને પ્રોબેશન પૂરું થાય ત્યાં સુધી તેને નોકરી પર ચાલુ રાખવાનું વિચારે છે એ પણ સમજી શકાતું નથી.

આવા કેટલાક નાના વાંધા પાડી શકાય તેમ હોવા છતાં, આ ફ્લ્મિને અવગણવા જેવી નથી એ તો ઠીક, હિન્દી ફ્લ્મિજગતના ઇતિહાસના એક મહત્ત્વના પડાવ તરીકે આ ફ્લ્મિને પૂરા ઉમળકાથી બિરદાવવા જેવી છે.

કારણ કે આ ફ્લ્મિે જે સાહસ ખેડયું છે એ મુગલ-એ-આઝમના લાખો-કરોડો રૂપિયાના સાહસથી કમ નથી. મુગલ-એ-આઝમમાં મોટી રકમ ખર્ચતી વખતે નિર્દેશક કે. આસિફ્ને અને નિર્માતા શાપૂરજી પાલનજીને એવી તો ખાતરી હશે જ કે ફ્લ્મિ ખૂબ ચાલશે અને દુનિયાભરમાં ગાજશે.

અહીં તો હીરો રણબીર, નિર્દેશક શીમિત અમીન અને લેખક જયદીપ સાહનીથી માંડીને નિર્માતા યશરાજ ફ્લ્મ્સિને ફ્લ્મિની કર્મિશયલ સક્સેસ વિશે શંકા રહી જ હશે (અને એ શંકા સાચી પણ ઠરેલી, કારણ કે ફ્લ્મિ બહુ ચાલી નહોતી). આવી આશંકા છતાં, સર્વિસ પ્રોવાઈડર કેવો હોવો જોઈએ? કસ્ટમર કેર શું ચીજ છે? બિઝનેસ કરવાની સાચી રીત કઈ? આવા અત્યંત ગંભીર અને શુષ્ક વિષય પર ફ્લ્મિ બનાવવાની જે હિંમત દાખવવામાં આવી, પૈસા એના છે બોસ.

હિન્દી ફ્લ્મિજગત માટે ૧૯૭૦-૮૦નો દાયકો મારધાડની ફ્લ્મિોનો દાયકો હતો, ૧૯૯૦નો દાયકો વિશિષ્ટ ઓળખ વિનાની મિડિયોકર ફ્લ્મિોનો દાયકો હતો, ૨૦૦૦નો દાયકો આદિત્ય ચોપરા અને કરણ જોહરની અમીરી-યુરોપ-ફેશન અને કુચુ કુચુ લાગણીથી પચપચતી ફ્લ્મિોનો દાયકો હતો. એ દાયકાના અંતમાં, ૨૦૦૯માં બિઝનેસ એથિક્સને ફ્લ્મિની થીમ તરીકે પસંદ કરીને જુવાનિયાઓએ જે સાહસ ખેડયું તે કાબિલ-એ-દાદ હતું.

અમારા જમાનામાં (વીસમી સદીમાં) જ સારી ફ્લ્મિો બનતી અને આજકાલની ફ્લ્મિો તો સાવ ઉછાંછળી અને છીછરી હોય છે એવા દાવા કરનારા પ્રત્યેક પ્રૌઢો-વૃદ્ધોને રોકેટ સિંઘ દેખાડીને કહી શકાય કે બોસ, જુવાનિયાં આવી ફ્લ્મિ બનાવે છે… અગાઉ હૃષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી અને સાઇ પરાંજપેએ દેશના મધ્યમ વર્ગને રૂપેરી પડદે ચિત્રિત કરવાની જે પરંપરા શરૂ કરેલી એ પરંપરાને ચાલુ રાખવા ઉપરાંત નવી ઊંચાઈ પર લઈ જવામાં રોકેટ સિંઘ જેવી ફ્લ્મિોનો મોટો ફળો છે. આ ફ્લ્મિે ત્યાર પછી આવેલી દો દૂની ચાર, દમ લગા કે હઈશા, વિકી ડોનર, ફંસ ગયે રે ઓબામા, રાઝી, બધાઈ હો… વગેરે ઢગલાબંધ ફ્લ્મિો માટે ચૂપચાપ એવું કહીને માર્ગ ખોલી આપ્યો કે પ્યાર કિયા તો ડરના ક્યા, એમ થીમ નિરાલી હૈ તો ડરના ક્યા… બનાવો ફ્લ્મિ… તમારું દિલ કહે એવી ફ્લ્મિો બનાવો… આવો એક મિજાજ જે છેલ્લા દોઢેક દાયકામાં જોવા મળ્યો છે તેના આરંભિક કાળની રોકેટ સિંઘ અને તેના જેવી કેટલીક ફ્લ્મિો આપણા સૌની એક કડક સેલ્યુટની હકદાર છે. લગે રહે રોકેટ સિંઘ…

facebook.com/dipaksoliya1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રોકેટ સિંઘઃ સેલ્સમેન ઓફ ધ યર બહાદૂરીનો એક યાદગાર પરચો! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/rocket-singh-of-salesman-of-the/
via Best Gujarati News