લોકસભા ચૂંટણી 2019 પહેલા જયા પ્રદાએ રાજનીતિ પાર્ટી બદલી લીધી છે. ઘણા વર્ષો સુધી અલગ-અલગ પાર્ટીઓનો ભાગ રહી રાજનીતિ કરનારા જયા પ્રદા બીજેપીમાં સામેલ થઇ ગયા છે. તેમની સુંદરતા અને એક્ટિંગને લઇને જયા પ્રદાએ લાંબા સમય સુધી સિનેમા જગતમાં રાજ કર્યું. તેમણે તેલુગૂ, તમિલ, કન્નડ, મલયાલમ, હિન્દી, બંગાળી અને મરાઠી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરી છે, તો આવો એક નજર કરીએ જયા પ્રદાના ફિલ્મી કરિયર પર…

જયા પ્રદાએ કામચોર, શરાબી, માં, થાનેદાર, સંજોગ, મક્સદ, તોહફા, આજ કા અર્જુન, એલાન-એ-જંગ, આખરી રાસ્તા અને ગંગા જમુના સરસ્વતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજનીતિમાં આવ્યા બાદ પણ તે ફિલ્મોમાં સક્રિય રહ્યા. જણાવી દઇએ કે 1994માં જયા પ્રદાએ તેલુગુ દેસમ પાર્ટી જોઇન કરી હતી.

જયા પ્રદાએ 1974માં તેલુગુ ફિલ્મ ‘ભૂમિ કોસમ’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે 1979માં આવેલી ફિલ્મ ‘સરગમ’થી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. જ્યાએ બાળપણમાંજ એક્ટિંગ કરવાની શરૂ કરી દીધી હતી. જયા પ્રદાને ડેબ્યુ ફિલ્મ મળવા પાછળ પણ અનોખો કિસ્સો છે.

જયા પ્રદા જ્યારે 13 વર્ષના હતા તેમણે સ્કૂલના એનુઅલ ફંક્શનમાં ડાન્સ પરર્ફોન્સ આપ્યુ હતું. ત્યારે ઓડિયન્સમાં રહેલા એક ફિલ્મ ડિરેક્ટરે અભિનેત્રીને તેમની તેલુગુ ફિલ્મ ‘ભૂમિ કોસમ’માં 3 મિનિટનો ડાન્સ નંબરની ઓફર કરી હતી.

આ ઓફર લેતા પહેલા જયા પ્રદા ખૂબ નર્વસ હતા. ત્યારે અભિનેત્રીની ફેમિલીએ તેમને મોટિવેટ કર્યો. તે બાદ જાય પ્રદાને ફિલ્મ કરવાની હા ભરી હતી. તેલુગૂ ફિલ્મ ભૂમિ કોસમમાં કામ કરવા માટે જયા પ્રદાને મેકર્સે માત્ર 10 મળ્યા હતા.

પ્રથમ ફિલ્મમાં જયા પ્રદાને 3 મિનિટની સ્ક્રીન ટાઇમિંગ મળ્યો હતો. પરંતુ થોડીક મિનિટોની એપિયન્સથી જ પડદા પર છવાઇ ગઇ. તે બાદથી જયા પાસે તમામ ફિલ્મોની ઓફર આવવા લાગી. 13 વર્ષની ઉંમરમાં કરિયરની શરૂઆત કરનારી જયા પ્રદા 17 વર્ષ સુધી મોટી સ્ટાર બની ગઇ હતી.

જયા પ્રદા સારા અભિનેત્રીની સાથે એક બેસ્ટ ડાન્સર પણ રહ્યા છે. તેમને એક વર્સેટાઇલ અભિનેત્રી તરીકે જાણીતા છે. ફિલ્મોમાં સફળ ઇનિંગ્સ રમ્યા બાદ જયાએ ટીવી ઇન્ડસ્ટ્રીને બાય બાય કહી દીધું. હાલ તે એન્ડ ટીવીના સો પરફેક્ટ પતિમાં નજરે પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ડેબ્યુ ફિલ્મમાં જયાએ કર્યો હતો 3 મિનિટનો રોલ, મળ્યા હતા માત્ર 10 રૂપિયા appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/jaya-did-a-3-minute-roll-in-debut-film-got-10-rupees/
via Best Gujarati News