વિવેક ઓબેરોયે પીએમ મોદીની બાયોપિક ફિલ્મને લઇને કર્યો મોટો ખુલાસો
વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. વિવેક ઓબેરોય ફિલ્મમાં પીએમ મોદીનો રોલ નીભાવી રહ્યો છે. જ્યારે અભિનેતાએ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે કેમ આ ફિલ્મ સાઇન કરી.
વિવેક ઓબેરોયે કહ્યું આ એક ચા વાળાની કહાની છે. જે ભારતના વડાપ્રધાન બન્યો. આ એક પ્રેરણાદાયી કહાની છે. જે અંગે જણાવવું જરૂરી હતું. વિવેકે જણાવ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદી’એ મને પ્રેરિત કર્યા. આ એક એવા શખ્સની કહાની છે જેને દેશોના મિલિયન લોકોને ઇન્સ્પાયર કર્યો છે. વિવેક ઓબેરોયનું કહેવું છે કે પીએમ મોદી એક પ્રોપગેન્ડા ફિલ્મ નથી.
પીએમની બાયોપિકને લોકસભા ચૂંટણીથી પેહલા રિલીઝ કરવા પર ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. તેની પર વિવેકે કહ્યું કે આ બસ એક ઇત્તેફાક છે કે ફિલ્મ આ સમયે રિલીઝ થઇ રહી છે. આ એક પ્રોપગેંડા મૂવી નથી. હું એક એવો શખ્સ છું જે 18 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. 45 ફિલ્મો અને 25-27 એવોર્ડ જીત્યા છે. મારે પીએમ મોદીને હીરો બતાવવાની જરૂરત નથી. દુનિયાભરના બિલિયન લોકો માટે તે હીરો છે.
ફિલ્મ માટે કરવામાં આવેલા મેકઓવર અને ટ્રાન્સફોર્મેશન પર વિવેક ઓબેરોયે કહ્યું, વિવેકથી મોદી બનવા પર પ્રોસ્થેટિક પ્રોસેસ એક સમયમાં 5-6 કલાકનો સમય લેતા હતા. જે પોતાનામાં એક તપસ્યા હતી. કારણકે હું સવારે 7 વાગ્યથી શુટિંગ કરતો હતો. રાત્રે એક વાગ્યે મારો પ્રોસ્થેટિક મેકઅપ થતો હતો. જેથી અડધી રાતે ઉઠતો હતો, તૈયાર થતો. આખી રાત મારો મેકઅપ ચાલતો હતો. જેથી સવારે શુટ કરી શકું.
જણાવી દઇએ કે ફિલ્મનુ ડિરેક્શન ઓમંગ કુમારે કર્યું છે તેને સુરેશ ઓબેરોય, આનંદ પંડિત, સંદીપ સિંહ અને આચાર્ય મનીષે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને સ્ટાર્ટ ટૂ ફિનિશ મોડમાં શૂટ કરવામાં આવ્યા છે. દર્શકોને મૂવીમાં વડાપ્રધાન મોદીની લાઇફની મહત્વની વાતો જાણવા અંગેની તક મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વિવેક ઓબેરોયે પીએમ મોદીની બાયોપિક ફિલ્મને લઇને કર્યો મોટો ખુલાસો appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/vivek-oberoi-said-why-do-pm-modis-biopic-film/
via Best Gujarati News
0 Comments