થોડા દિવસો પહેલાં ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મની શૂટિંગ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાન સાથે શરૂ કરી છે. આ ફિલ્મમાં કાર્તિક ત્રણ હીરોઇનો સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ લવ આજ કલની સિકવલ ફિલ્મ હોવાના અહેવાલ છે. હાલ ફિલ્મનું શીર્ષક આજકલ રખાયું છે. સારા ફિલ્મમાં લીડ રોલ તો સાઇડ રોલ માટે અન્ય બે અભિનેત્રીની શોધ ઇમ્તિયાઝે શરૂ કરી છે. ફિલ્મ માટે સારા અને કાર્તિકે પોતાના ભાગનું શૂટિંગ શરૂ કરી નવી દિલ્હીમાં પહેલા ભાગનું શિડયૂલ પૂર્ણ કરી દીધું છે. ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરશે કાર્તિક આર્યન appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/in-the-film-three-actresses/
via Best Gujarati News