વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં એક વિશાળ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી વડાપ્રધાન કે કોઈ સરકારની પસંદગી માટે નહીં પણ 21મી શતાબ્દીમાં ‘ન્યૂ ઈન્ડિયા (નવુ ભારત)’ કેવું હશે તેના માટે છે. વડાપ્રધાન અહીં કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, દેશે કોંગ્રેસની 20મી સદીમાં એક તક આપી હતી પરંતુ તેણે એક પરિવારની સોંપીને આ તક ગુમાવી દીધી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુંકાર પણ કર્યો હતો કે, આ મોદી છે, જે માત્ર માખણ પર જ નહીં પણ પથ્થર પર પણ અકિર ખેંચી શકે છે. આ વખતની ચૂંટણી કોણ સાંસદ બને, કોણ વડાપ્રધાન બને, કોણ મંત્રી બને કે માત્ર સરકાર ચૂંટવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હશે, એ નક્કી કરવાની ચૂંટણી છે.

કર્ણટકના મેંગલોર ખાતેની રેલીમાં કોંગ્રેસ-જેડીએસની સરકારને આડેહાથ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંને સત્તારૂઢ ભાગીદારો માટે પ્રેરણા ‘પરિવારવાદ’ છે જ્યારે ભાજપ માટે ‘રાષ્ટ્રવાદ’ તેમણે રાજ્યની કોંગ્રેસ-જેડીએસ સરકારને ખેડૂતો માટેની ‘દુશ્મન’ ગણાવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા દર વર્ષે જમા કરાવવાની યોજનાના લાભાર્થીએઓની યાદી સોંપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, તેની ‘મહામિલાવટ’ની સંસ્કૃતિથી ના માત્ર પરંપરા નષ્ટ થઈ છે પણ સંરક્ષણ અને અર્થવ્યવસ્થા પણ નવળી પડી છે. કોંગ્રેસ-જેડીએસ અને તેમના જેવા અનેક દળોની પ્રેરણા પરિવારવાદ છે અને અમારી રાષ્ટ્રવાદ. તેઓ પોતાના પરિવારના અંત સુધીમાં સત્તાનો લાભ આપે છે. દરેક સમાજની અંતિમ પંક્તિમાં ઉભેલા વ્યક્તિને આગળ વધારવા મહેનત કરે છે.

આ પાર્ટીઓનો વંશોદય પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરે છે. અમારો અંત્યોદય્ય એક ચા વાળાને પણ વડાપ્રધાન બનાવે છે. તેમના દર્શન વંશોદય છે જ્યારે અમારા દર્શન અંત્યોદય. તેમના વંશોદયથી ભ્રષ્ટાચાર અને અન્યાય પેદા થાય છે, અને અમારા અંત્યોદયથી પારદર્શિતા અને ઈમાનદારીની પ્રતિષ્ઠા વધે છે.

આ વીડિયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ મોદી છે, જે માખણ પર જ નહીં પણ પથ્થર પર પણ લકીર ખેંચે છે : વડાપ્રધાન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-address-a-rally-in-mangaluru/
via Best Gujarati News