ઉત્તર પ્રદેશની કેટલીય વીઆઈપી બેઠકોની વાત કરીએ તો વારાણસી બેઠક પહેલી યાદ આવે. ઉપરાંત રાજધાની લખનઉની બેઠક પણ મહત્ત્વની ખરી. આ બેઠક પોતાના કબજામાં આવે એ માટે બધા એડીચોટીનું જોર લગાવે છે.

લખનઉની વાત કરીએ તો ત્યાં એ બેઠક પર વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે. રાજનાથસિંહ લખનઉના જ વર્તમાન સાંસદ પણ છે. તેમની સામે એક અપક્ષ ઉમેદવારે જંગમાં ઝુકાવ્યું છે. અપક્ષ હોવા છતાં તેઓ ચર્ચામાં છે. અભિનંદન પાઠક રાજનાથસિંહ સામે અપક્ષ ઉમેદવાર તરીકે જંગમાં છે, ત્યારે પ્રશ્ન એ થાય કે અભિનદન પાઠક તેમના નામને કારણે ચર્ચામાં છે ? ના, તેઓ નામને કારણે નહીં પણ તેમની શકલને કારણે ચર્ચામાં છે, તેઓ મોદીના હમશકલ હોવાને કારણે આ બેઠક ચર્ચામાં છે.

હું જુમલાની વિરુદ્ધ : અભિનંદન પાઠક

ગૃહમંત્રી સામે જંગમાં ઝુકાવનાર અભિનંદન પાઠક વારાણસી બેઠક પરથી પણ ૨૬મીએ ઉમેદવારી નોંધાવે એવા સંકેત મળી રહ્યા છે. જો તેઓ ઉમેદવારી કરશે તો હમશકલ મોદી અસલી મોદીને ટક્કર આપશે ! અભિનંદનનો દાવો છે કે તેઓ ડમી ઉમેદવાર નથી. તેઓ ઉમેરે છે કે હું કોઇની વિરુદ્ધ નહીં પણ જુમલાની વિરુદ્ધ છું અને જીત્યા બાદ હું પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું સમર્થન કરીશ.

આ વીડિયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વારાણસી પર વડાપ્રધાન મોદીને ટક્કર આપશે ‘મોદી’ના હમશકલ, અભિનંદને ભર્યું ફોમ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-to-face-lookalike-in-varanasi-battle/
via Best Gujarati News