તડાફડી : વિનય દવે

સવાલ

ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ?

(ભૌતિક સરધરા – લુનીધાર, અમરેલી)

જવાબ

ટાઢા પડો.

સવાલ

રાજકારણમાં આવવા માટે શું કરવું જોઈએ?

(નરેશ ચૌધરી – વસ્તાસર, રતનગઢ, કાંકરેજ )

જવાબ

રાજકારણ

સવાલ

આપણું મનોબળ તૂટવાનું સૌથી મોટું કારણ કયું?

(અર્જુનસિંહ દરબાર – ભાભર)

જવાબ

ભેજામાં ભરેલું ભૂસું.

સવાલ

પત્નીને સમજવા સૌથી પહેલા શું કરવું?

(ચૌધરી દિલીકુમાર પેથાભાઈ, – અરજણસર, રાધનપુર)

જવાબ

પતિ બનવું પડે.

સવાલ

કયા રોગનો ઉપાય નથી?

(બંસી બોધરા – રાજકોટ)

જવાબ

મંછા, શંકા, ડાકણ, ભૂત.

સવાલ

સંસ્કાર શું છે?

(સ્વયં શર્મા – મહેસાણા)

જવાબ

ચેનલ.

સવાલ

તમે તડાફ્ડીમાં ઊંધા ઊંધા જવાબો કેમ આપો છો?

(શિવાની સુથાર – સેવાલિયા)

જવાબ

સીધા સીધા આપું તો તડાફ્ડી બંધ થઈ જાય.

સવાલ

દુનિયાનો અંત ક્યારે થશે?

(ચિરાગ પ્રજાપતિ – ઐઠોર, ઊંઝા)

જવાબ

એનો ટોક ટાઈમ અને વેલીડિટી પૂરી થાય ત્યારે.

સવાલ

ઉનાળામાં શું ખાવાથી ફયદો થાય છે?

(રણજીત નાયક – છોટા ઉદેપુર)

જવાબ

હવા.

સવાલ

ચૂંટણીમાં હારવું હોય તો શું કરવું જોઈએ?

(મિલન કંટારીયા – નાની બાણુંગાર)

જવાબ

કશું જ નહીં.

સવાલ

ભગવાનને થાળ ધરાવે તો તે ખાતા કેમ નથી?

(દેવ ચૌહાણ – રાજપારડી)

જવાબ

કેમ કે ભગત એ થાળ પોતાના ધરાવતા હોય છે.

સવાલ

વોટ અને નોટ વચ્ચે શું ફ્રક છે?

(દિપક ચૌધરી – અરજણાસર, રાધનપુર)

જવાબ

વોટ ફ્રજ છે, નોટ કરજ છે.

સવાલ

તડાફ્ડી અને તાડફ્ળીમાં શું સમાન છે ?

(મેઘા ડણાક – અમદાવાદ)

જવાબ

ત,ડ અને ફ અક્ષર.

સવાલ

૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ મતદાન કેમ ના કરી શકે?

(સુરેશ ચૌધરી – ગોલવી, દિયોદર)

જવાબ

કેમ કે એ પહેલાં એ નાદાન અને અક્કલની બારદાન હોય છે

સવાલ

તમને છાપાંમાંથી કેટલાં રૂપિયા મળે?

(ગૌતમ પરમાર – કેશોદ)

જવાબ

પૂરતાં

સવાલ

કોઈ વ્યક્તિ વારંવાર રિસાઈ જાય તો શું કરવું ?

(રઘુવીરસિંહ સોલંકી -ભાભર)

જવાબ

મનાવવાનું બંધ કરી દો.

સવાલ

દોસ્તી મોટી કે પ્રેમ?

(દર્શન જાદવ – ગવાડા, વિજાપુર)

જવાબ

આધાર કાર્ડ ચેક કરો.

સવાલ

જવાબ આપવાની પ્રેરણા શું છે?

(રિકિતા વસાવા – ભરૂચ)

જવાબ

સવાલ.

સવાલ

દુનિયાનું સૌથી અઘરું કામ કયું?

(અભય ચૌહાણ – રાજકોટ)

જવાબ

ટાલિયા એ ક્યાં સુધી મોઢું ધોવું એ નક્કી કરવું.

સવાલ

કલયુગ પછી કયો યુગ આવશે?

(રબારી કેતન – બોકરવાડા)

જવાબ

પરસોં યુગ.

સવાલ

અભિમાન અને સ્વાભિમાનમાં તફવત શું?

(ગણપત ઠાકોર – છારોડી અમદાવાદ)

જવાબ

અભિમાન ફ્લ્મિ હતી. સ્વાભિમાન ટીવી સિરિયલ હતી.

સવાલ

આતંકવાદીઓને પનાહ આપનાર પાકિસ્તાનમાં પણ આતંકવાદી હુમલા કેમ થાય છે?

જવાબ

સાપને દૂધ પાઈને ઉછેરો તોયે એ તમને કરડે તો ખરો જ.

સવાલ

ફેસબુકમાં જોઈ લગન કરો અને એ લગન તૂટી જાય તો એને માટે જવાબદાર કોણ?

(હર્ષલ બ્રહ્મભટ્ટ – અમદાવાદ)

જવાબ

માર્ક ઝકરબર્ગ

સવાલ

લાગણીના સંબંધ કોને કહેવાય?

(અભિષેક શ્રીમાળી – સિધ્ધપુર)

જવાબ

જેમાં કોઈ માંગણી ના હોય એને.

સવાલ

એવેન્જર્સ ગુજરાતીમાં બને તો?

(મહેશ પટેલ – અમદાવાદ)

જવાબ

બદલાની ભવાઈ એવું નામ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પત્નીને સમજવા સૌથી પહેલાં શું કરવું? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/wife-understanding-first-time/
via Best Gujarati News