તંદુરસ્તી તમારા હાથમાં : વેદપ્રકાશ શાસ્ત્રી

યોગાસનમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ આસન છે. આ એક આસન તમને ઘણા ફાયદા કરાવે છે. અને તે સંપૂર્ણ યોગાસનના લાભ પણ તમને આપે છે. સૂર્ય નમસ્કાર રોજ કરવાથી તમારું તન અને મન બંને સ્વસ્થ રહે છે. કેમ કે આ યોગાસન કરતી વખતે સૂર્યના સીધા કિરણો તમારા શરીરમાં પડે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

સૂર્ય નમસ્કારના મુખ્ય ફાયદા

વજન અને બીપી  

રોજે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલીઝમ તેજ બને છે. આનાથી પેટના મસલ્સ પણ મજબૂત બને છે. તેમજ શરીરની એક્સ્ટ્રા ફેટ ઓછી કરવામાં સૂર્ય નમસ્કાર ખૂબ મદદરૂપ થાય છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ સૂર્ય નમસ્કાર કરવાથી આપોઆપ વજન ઘટવા લાગશે. જે વ્યક્તિને બીપીની તકલીફ હોય તે પણ જો સૂર્ય નમસ્કાર કરશે તો તેનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને શરીર સ્વસ્થ રહેશે.

તણાવ અને અનિદ્રા  

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની નર્વસ સિસ્ટમ શાંત થાય છે. તેનાથી તમે માનસિક તણાવથી દૂર રહો છો. આપણા રોજિંદા જીવનમાં જો ભાગદોડ વધારે રહેતી હોય તો તેની અસર ઊંઘ પર પડે તે સ્વાભાવિક છે. જો તમે અનિદ્રાની તકલીફથી પીડાતા હોવ તો સૂર્ય નમસ્કાર અચૂક કરવાનું રાખો. આ કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે.

પાચનક્રિયા અને ઊર્જા  

આ આસન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે. વળી શરીરને ઊર્જા પણ મળે છે. સૂર્ય નમસ્કાર કરવાથી પાચન તંત્ર ઠીક રહે છે. સવારે ઊઠીને ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવાથી કબજિયાથી તકલીફ પણ દૂર થાય છે. એટલું જ નહીં, અપચો દૂર થાય છે અને એસિડિટીની તકલીફમાંથી પણ તમને છુટકારો મળે છે. સૂર્ય નમસ્કારથી માંસપેશીઓ અને હાડકાં પણ મજબૂત બને છે. રોજ તે કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, જેથી શરીરને પુરતી ઊર્જા પ્રાપ્ત થાય છે.

બોડી ડિટોક્સ  

સૂર્ય નમસ્કારથી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર નીકળે છે. આમ થવાથી તમારું શરીર આપોઆપ ડિટોક્સ થાય છે. આ સિવાય સૂર્ય નમસ્કાર કરવાથી સ્ત્રીઓને જો અનિયમિત માસિકચક્રની તકલીફ હોય તો તે પણ દૂર થાય છે અને તે નિયમિત બને છે.

બંધકોષ, મલાવરોધ, કોન્સ્ટિપેશન (કબજિયાત)ના માટે ‘સુખસારક વટી’ 

આપણા શરીરમાં ઉત્પન્ન થવાવાળા પિત્ત નૈસર્ગિક હિતકારક કામ કરે છે. પિત્તમાં ‘સર’ નામનું વિશિષ્ટ ગુણધર્મ રહે છે. આ ગુણધર્મ અનુસાર પિત્ત શરીરમાં પ્રાકૃતિક રીતથી મલનિઃસારણનું કામ કરે છે. પિત્તમાં થવાવાળા આ ‘સર’ ગુણધર્મની માત્રા ઓછી થવાથી કબજિયાત થવી, મળપ્રવૃત્તિ નિયમિત રીતથી ન થવી, પેટ બધી રીતે સાફ ન થવું અને તેના પરિણામ સ્વરૂપ અસ્વસ્થતા, નિઃઉત્સાહ, બેચેની થાય છે.

આ રોગના ઉપચારના માટે બજારમાં વિવિધ પ્રકારના ચૂર્ણ મળે છે. આ પ્રકારના બધા જ ચૂર્ણમાં આંતકી ગતિ વધારીને મળને આગળ ધક્કો મારવાવાળા દ્રવ્ય હોય છે. આ પ્રકારની દવાઓ હંમેશાં લેતા રહેવાથી આંતરડા સંકુચિત થવાની અને ફેલાવવાની નૈસર્ગિક શક્તિ ધીમેધીમે ઓછી થવા લાગે છે. તેના પરિણામ સ્વરૂપ આગળ જઈને આ પ્રકારની દવાઓ વધુ માત્રામાં લેવી પડે છે. અને થોડા સમય પછી તેનો ઉપયોગ પણ નહીં થાય.

સુખસારક વટી શું કરે છે-

સુખસારક વટીમાં જે ષધિ દ્રવ્ય છે તે યકૃતમાંથી જે પિત્તનો સ્ત્રાવ થાય છે તેમાં ‘સર’ ગુણધર્મનું પ્રમાણ વધારે છે અને પ્રાકૃતિક રીતે મળ નિઃસારણના કાર્યમાં મદદરૂપ થાય છે. એનાથી આંતરડા સંકુચિત થવાની ક્ષમતા વધીને પેટ નૈસર્ગિક રીતે સાફ થાય છે. રાત્રે ૧ ગોળી ફટાફટ સવારે પેટ ટકાટક.

સર્વસાધારણ માત્રાઃ દરરોજ રાત્રે ૧ ગોળી

કાળાવધિ : બે મહિને

મહત્ત્વપૂર્ણ સૂચના : ગર્ભવતી મહિલા અને દસથી ઓછી ઉંમરના બાળકોએ ન લેવી.

શારંગધરની દવાઓની કોઈપણ પ્રકારના આવરણ (કોટીંગ) વગરની, રસાયણ વગરની અને આડઅસર થતી નથી. શારંગધરની દવાઓ લાંબા સમય લેવામાં આવે તો પણ કોઈપણ આડઅસર થતી નથી.

સુખસારક વટી ૩, ૩૦, ૬૦ પેકીંગમાં આયુર્વેદિક/મેડીકલ દવાની દુકાનમાં મળે છે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સૂર્ય નમસ્કારઃ એક પ્રણામનાં અનેક પરિણામ appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/sun-salutations-one-pranam/
via Best Gujarati News