હેર સ્પા રેગ્યુલર કરાવી શકાય?
બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી
પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે. મેં એકવાર પાર્લરમાં હેર સ્પા કરાવરાવ્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી. તેનાથી મારા વાળ પણ સારા થઇ ગયા હતાં. જો કે મેં મારી માતાને કહ્યું નહોતું કે મેં હેર સ્પા કરાવરાવ્યું છે. હું હવે પણ હેર સ્પા કરાવરાવવા માંગુ છું, પણ મારી માતા મને ના કહે છે. તે કહે છે કે તેનાથી વાળ ખરાબ થઇ જાય. તો શું આ સાચી વાત છે? તે સમયે તો મારા વાળ સારા થઇ ગયા હતાં.
જવાબ : હેર સ્પામાં વપરાતા ક્રિમ અને શેમ્પૂ ખરાબ હોય, વધારે પડતાં કેમીકલયુક્ત હોય તો વાળને તકલીફ થાય છે. બાકી હેર સ્પાનો ખરો અર્થ તમારા વાળને મોશ્રવોરાઇઝરથી સાફ કરી તેની અંદરથી પ્રદૂષણ અને ધૂળને દુર કરવાનો હોય છે. વાળને નરીશમેન્ટ આપવાનો હોય છે. માથામાં ક્રિમ લગાવીને સ્પામાં જે રીતે મસાજ કરીને સ્ટીમ આપવામાં આવે છે તે ખરેખર મૂળ માટે ખૂબ લાભદાયી છે. તેથી સ્પા કરાવવાથી ફાયદો થાય છે, પણ કેમીકલયુક્ત ક્રીમના કારણે લાંબેગાળે કદાચ હેર ડેમેજ થવાની શક્યતાઓ રહે. તેથી તમને હેડ મસાજ કરાવવું ગમતું હોય તો સ્પા કરાવવાને બદલે માથામાં તેલ માલીશ કરાવરાવો. આ માટે તેલને થોડું ગરમ કરી તેમાં પલાળેલી મેથી ક્રશ કરીને નાખી અને મસાજ કરાવરાવો, ત્યારબાદ સ્ટીમ લઇ લો અને પછી હેર વોશ કરી લો. આ હેર સ્પા જેવું જ કામ કરશે અને વાળને લાંબેગાળે ડેમેજ પણ નહી કરે.
પ્રશ્ન : મારે વાંસામાં ખૂબ વાળ છે, જે કારણે લો બેકનેકના બ્લાઉઝ કે ડ્રેસ પહેરતાં મને ખૂબ સંકોચ થાય છે. બેકલેસ પહેરવું હોય તો મારે શું કરવું જેથી આ વાળ ન દેખાય? કોઇ ઘરેલું ઉપાય?
જવાબ : વાંસાના વાળ ઓછા કરવા માટે ઘણાં ઘરેલુ ઉપાયમાં વાંસામાં રાખ ઘસવાનું કહેતાં હોય છે, ઘણાં લિંબુ અને ખાંડ મિક્સ કરીને તરત તેને વાંસામાં ઘસવાનું કહે છે. પણ વાંસાની સ્કીન સેન્સેટીવ હોય તો આ બધા ઉપાયથી તમને લાલ ચકામા થઇ જશે. માટે બને તો ચણાંનો લોટ તમે ઘસી શકો છો. જો કે આ બધાં ઘરેલુ ઉપચારથી તરત ફાયદો નથી થતો હોતો. માટે તમે નજીકના ભવીષ્યમાં બેકલેસ પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો એકવાર બેક વેક્સ કરાવી લેવું. વેક્સ કરાવ્યા બાદ થોડા સમય પછી વાંસામાં થોડી રૃંવાટી આવે એટલે ચણાનો લોટ ઘસવો જેથી નવે રૂવાટી વધારે પ્રમાણમાં નહીં આવે.
dbjansari@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હેર સ્પા રેગ્યુલર કરાવી શકાય? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/hair-spa-regular-kavi-shaw/
via Best Gujarati News
0 Comments