મેકઓવર :- શહનાઝ હુસૈન

આપણાં ગાર્ડનમાં ઘણાં પ્રકારના ફુલ છોડ આપણે વાવીએ છીએ. ઘરના ગાર્ડનમાં જેમ તુલસી અચુકપણે જોવા મળે તેમ એલો વેરાને પણ અચુક ઉગાડવું જોઇએ. કેમ કે એલો વેરા એટલે કે લાબરું ઘણીબધી સમસ્યાનો ઇલાજ બની શકે છે. એલો વેરામાં ઝીંક ભરપૂર હોય છે જે ત્વચાની તકલીફને રીપેર કરવાનું કાર્ય કરે છે. ત્વચાના ડેડ સેલ્સને દુર કરીને મુલાયમ બનાવે છે. રફ ત્વચાને પણ કુદરતી મોશ્રવોરાઇઝર આપીને સોફ્ટ બનાવવાનું કાર્ય એલો વેરા કરે છે.

તમારા ઘરે ઉગેલા એલો વેરામાંથી તેનો પલ્પ કાઢીને તમે ઘરે જ ખીલની સમસ્યા તેમજ રફ, નિસ્તેજ ત્વચાને ચમકીલી બનાવવામાં ઉપયોગમાં લઇ શકો છો.

  • જો તમારી ત્વચા નિસ્તેજ બની ગઇ હોય, તેમજ રફ થઇ ગઇ હોય તો એલો વેરાનો પલ્પ લઇને તેને દસ મિનિટ સુધી રફ અને નિસ્તેજ ત્વચા ઉપર મસાજ કરો, ત્યારબાદ ૨૦ મિનિટ સુધી રાખીને ઠંડા પાણીથી ધોઇ નાખો. આમ કરવાથી ત્વચા ચમકીલી અને સોફ્ટ બની જશે.
  • બે ચમચી ચણાંના લોટમાં, એક ચમચી મોસંબીની છાલનો પાઉડર અને તેની અંદર બે ચમચી એલો વેરા પલ્પ તેમજ થોડું દહીં મીક્સ કરીને ચહેરા ઉપર લગાવો. આમ કરવાથી ચહેરા ઉપરની ફોલ્લી તેમજ ખીલની સમસ્યામાંથી રાહત મળશે. ચહેરાને કુદરતી ગ્લો મળશે.
  • તૈલી ત્વચા ધરાવતી મહીલાએ મુલતાની માટીમાં એલો વેરા અને ગુલાબજળ મીક્સ કરીને તે ફેસપેક દર બીજે દિવસે ચહેરા ઉપર લગાવવો. આ ફેસપેકથી ઉનાળામાં વધારે પડતી તૈલી ત્વચામાંથી રાહત મળશે અને ખીલની સમસ્યા બીલકૂલ નહી સતાવે.
  • મોટેભાગે ખીલની સમસ્યાથી પીડાતા લોકોને ખીલ થઇ ગયા બાદ તે જગ્યાએ ડાઘ પડી જતાં હોય છે. આ ડાઘ ચહેરાની સુંદરતાને નષ્ટ કરે છે. ખીલના ડાઘ દુર કરવા માટે એલેવેરાને ચહેરા ઉપર દસ મિનીટ સુધી મસાજ કરીને લગાવો, ત્યારબાદ આખી રાત તેને ચહેરા ઉપર રહેવા દઇને બીજે દિવસે સવારે ઠંડાપણીથી ચહેરાને સાફ કરી લો. આમ કરવાથી ચહેરા પરના ખીલના ડાઘ તો દુર થશે જ સાથે સાથે ખીલ પણ નહી થાય.
  • ઘણીવાર ચહેરા ઉપર ઉનાળાને કારણે જીણી જીણી ફોલ્લી થઇ જતી હોય છે, ખાસ કરીને ફોરહેડ ઉપર આવી ફોલ્લીઓ ખૂબ જોવા મળે છે. ફોરહેડની તેમજ ફેસની ફોલ્લીથી રાહત મેળવવા રોજે નહાતા પહેલાં આશરે વીસ મિનિટ એલો વેરાથી મસાજ કરો, ત્યારબાદ ફેસવોશ વડે ચહેરો સાફ કરી લો. જો સવારે નહાતાં પહેલાં સમય ન હોય તો તમે આખા દિવસમાં ગમે ત્યારે આ ઉપાય અજમાવી શકો છો.
  • ખીલની સમસ્યા વધારે પ્રમાણમાં હોય તો એલો વેરામાં અડધું લિંબુ નીચોવીને તે મીશ્રણ લગાવવાથી ખીલની સમસ્યા દુર થશે. આ મીશ્રણમાં તમે કડવા લીમડાના પાનને પણ પીસીને નાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ખીલની સમસ્યામાં આશીર્વાદરૂપ એલોવેરા   appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/acne-problem-blessings/
via Best Gujarati News