સુંદર સ્ટ્રાઇપ્ડ ડ્રેસીસથી સમરને બનાવો સુપરકૂલ
ટ્રેન્ડ :- મોના સુતરિયા
થોડ સમય પહેલાં જ પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનસ અને જોનસ પરિવારના બીજા સભ્યો મિઆમીમાં બોટ રાઇડ કરવા નિકળાં હતાં. બોટ રાઇડ કરતાં પહેલાં પ્રિયંકાએ સ્ટ્રાઇપ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં પ્રિયંકા અત્યંત સુંદર લાગતી હતી. પ્રિયંકા ચોપરા ઘણીવાર સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં જોવા મળે છે. માત્ર પ્રિયંકા નહી બીજી પણ ઘણી બી ટાઉનની એક્ટ્રેસીસ છે જેઓ પણ સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં જોવા મળતી હોય છે. સ્ટ્રાઇપ્ડ ડ્રેસ પહેરાતા એકદમ ક્લાસી લાગે છે. તેથી જ આ ડ્રેસને લગભગ દરેક હિરોઇન્સ ટ્રાય કરી ચુકી છે.
માન્વીતા અખબારમાં પ્રિયંકા ચોપરાના સ્ટ્રાઇપ્ડ ડ્રેસને જોઇ રહી હતી. તેણે તે ફોટો જોતાં જ પોતાની પરમ મિત્ર નીહારીકાને કોલ લગાવ્યો. અને નિહારીકાને પુછયું કે શું આજકાલ સ્ટ્રાઇપ્ડ ડ્રેસની ફેશન ફરી આવી ગઇ છે? નિહારીકાએ હસતાં હસતાં માન્વીતાને પુછયું અરે સ્ટ્રાઇપ્ડ ડ્રેસની ફેશન ગઇ જ ક્યારે હતી તે પાછી આવે? માય ડીઅર માનુ એ ફેશન તો હજી પણ યથાવત છે અને હજીપણ સ્ત્રીઓ મોજથી આ ડ્રેસીસ પહેરે જ છે. તેં પ્રિયંકાનો આજવાળો ફોટો પેપરમાં જોયો? માન્વીતાએ તરત જ કહ્યું હા જોયો એટલે જ તને ફોન કર્યો કે તો ચાલ આ રવીવારે જ ખરીદી કરવા જવું પડશે, કેમ કે મારી પાસે હાલ આ પ્રકારના ડ્રેસીસ નથી. અને મને પ્રિયંકાએ પહેરેલો ડ્રેસ મનમાં વસી ગયો છે. બસ ત્યારથી જ હું તે ડ્રેસના ફોટા જોઇ રહી છું. ઇન્ટરનેટ ઉપર તો સ્ટ્રાઇપ્ડ ડ્રેસના અનેક ફોટા ઉપલ્બ્દા છે, જેને જોઇને જ લેવાનું મન થઇ જાય. નિહારીકા કહે ઠીક છે તો આ રવીવારે સ્ટ્રાઇપ્ડ ડ્રેસની ખરીદી કરવા જઇ આવીએ.
શું છે આ સ્ટ્રાઇપ્ડ ડ્રેસ
સ્ટ્રાઇપ્ડ ડ્રેસ એટલે એવા પ્રકારના આઉટફીટ્સ કે જેની ઉપર ઉભી અને આડી લાઇનો દોરેલી હોય. આ કપડાં પહેરાતાં ખૂબ જ સુંદર લાગે છે. અને આ પ્રકારની ડીઝાઇનની ખાસીયત એ છે કે તે દરેક પ્રકારના ડ્રેસ ઉપર સારી લાગે છે. જેમ કે તમે સ્ટ્રીપ ટી-શર્ટ, ટી-ફ્રોક, સ્ટ્રીપ શર્ટ, લોંગ સ્ટ્રીપ ફ્રોક, વનપીસ, ની લેન્થ ફ્રોક વગેરે અલગ અલગ સ્ટાઇલના ડ્રેસીસ પહેરી શકો છો. આ ડ્રેસને વધારે વજન ધરાવતી અને ઓછી હાઇટ ધરાવતી મહીલા પહેરવા માંગે તો તે ઉભી લાઇન વાળા ડ્રેસ પહેરી શકે છે. જ્યારે વધારે હાઇટ અને સાવ ઓછું વજન ધરાવતી છોકરીઓ પહેરવા માંગે તો તે આડી લાઇન વાળા ડ્રેસ પહેરી શકે છે.
મટીરીયલ
સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં તમે કોઇપણ મટીરીયલ વાળા ડ્રેસ પહેરી શકો છો. આ સ્ટાઇલ કોટન ડ્રેસમાં પણ સારી લાગે છે, તો જોર્જટ કે સીન્થેટીક મટીરીયલમાં પણ સારી લાગે છે. પણ જો તમે સમરને અનુલક્ષીને હાલમાં જ આ સ્ટાઇલના કપડાં પહેરવા માંગતા હોવ તો કોટન મટીરીયલની પસંદગી વધારે પ્રમાણમાં કરવી. કેમ કે કોટન સીવાયના મટીરીયલમાં તમને અકળામણ થશે, કોટન સીવાયના મટીરીયલ પરસેવાને આસાનીથી સોદાી નથી શકતું તેથી તે પહેરવાથી કપડાંમા વાસ આવવી, વધારે ગરમી લાગવી વગેરે તકલીફ તમને થશે. તેથી બને ત્યાંસુધી તમે કોટન મટીરીયલ વાળા સ્ટ્રાઇપ્ડ ડ્રેસની પસંદગી કરો. બાકી બીજી સીઝનમાં કોઇપણ મટીરીયલ વાળા સ્ટ્રાઇપ્ડ ડ્રેસની પસંદગી કરી સકશો, સ્ટ્રીપની ડીઝાઇન દરેક મટીરીયલ ઉપર સારી જ લાગે છે.
કેવી સ્ટાઇલના ડ્રેસ સારા લાગશે
સ્ટ્રાઇપ્ડ ડીઝાઇનમાં તમે કોઇપણ પ્રકારના ડ્રેસની પસંદગી નિસંકોચ કરી શકો છો. જો તમે ક્રોપટોપ સાથે સ્ટીપ્ડ ટ્રાઉઝર પહેરવા ઇચ્છતા હોય તો તે પણ પહેરી શકો છો. પ્લાઝો સાથે સ્ટ્રાઇપ્ડ કૂર્તી પણ સારી લાગશે, તો સ્ટ્રાઇપ્ડ વનપીસ પણ પહેરાતા સુંદર દેખાશે. એટલું જ નહી તમે વનપીસમાં શોર્ટ અને લોંગ એમ બંને સાઇઝના ડ્રેસ પહેરી શકો છો. સ્ટ્રાઇપ્ડ સ્કર્ટ અને ફ્રોક્સ પણ પહેરવાથી સુંદર લાગે છે. સ્ટ્રીપ વનપીસ સાથે તમે ડેનીમ જેકેટનું કોમ્બીનેશન પણ કરી શકો છો.
સ્ટ્રાઇપ્ડ ડ્રેસ સાથે ફૂટવેરમાં સ્નીકર્સ અને હાઇ હીલ્સ બે પ્રકારના ફૂટવેર વધારે સારા લાગશે. સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં ફૂટવેરની પસંદગી હંમેશા ડ્રેસની લેંથ ઉપર આધાર રાખે છે. શોર્ટ ડ્રેસ હોય તો હીલ્સ અને સ્નીકર્સ બંને સારા લાગે છે, જ્યારે લોંગ ડ્રેસ હોય તો વધારે હિલ્સ પહેરવાનો આગ્રહ રાખવો.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સુંદર સ્ટ્રાઇપ્ડ ડ્રેસીસથી સમરને બનાવો સુપરકૂલ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/beautiful-striped-dresses/
via Best Gujarati News
0 Comments