વચનેશું કીમ દરિદ્રતામ!!! જનતાને ખુશ રાહુલ ગાંધીએ કરી વધુ એક મોટી જોહારાત
પ્રથમ તબક્કાના મતદાન આડે હવે બે સપ્તાહ જ બચ્યા છે તેવામાં રાજકીય પક્ષો જનતાને ખુશ કરવા વચનોની લહાણી કરવામાં વ્યસ્ત છે. પ્રથમ ચરણમાં 11 એપ્રિલે મતદાન થવાનું છે તેવા તેલંગણામાં રાજકીય ગરમીનો પારો ઊંચો છે.
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટું વચન આપ્યું છે. રોજગારને મુદ્દે કેન્દ્ર સરકારને હંમેશાં ઘેરતા રહેલા રાહુલ ગાંધીએ પક્ષ સત્તામાં આવશે તો ભારતના યુવાનોને આગામી વર્ષે 22 લાખ નોકરીઓ આપવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેલંગણામાં રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ શિક્ષણ પાછળ જીડીપીના છ ટકા ખર્ચ કરવાની વાત દોહરાવી હતી.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે સરકાર પાસે 22 લાખ નોકરી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો 31 માર્ચ 2020 પહેલાં તે તમામ ખાલી જગ્યા ભરી દેવામાં આવશે. રાજ્યોને હેલ્થકેર, શિક્ષણ વગેરે ક્ષેત્ર માટે રાજ્યોને એટલું ભંડોળ ફાળવવામાં આવશે કે જેથી તે ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાલી જગ્યાઓ રાજ્ય પૂરી શકે. ઉપરાંત તેલંગણામાં રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે શિક્ષણ બજેટ બમણું કરીને જીડીપીના છ ટકા રકમ શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવવામાં આવશે. નવી કોલેજ, નવી ઇન્સ્ટિટયૂટ અને યુનિર્વિસટી ઊભી કરવામાં આવશે. શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. નફરતની દીવાલો તોડીને દેશને જોડવાનું કામ કરીશું.
મોદીએ ગરીબો પર ર્સિજકલ સ્ટ્રાઇક કરી હતી, અમે ગરીબી પર ર્સિજકલ સ્ટ્રાઇક કરીશું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગણામાં રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે નાના બાળકને પણ ખબર પડે કે 500 અને 1,000ની નોટ રદ કરવાથી શું નુકસાન થાય. કાળા ધન સામેની લડાઈ કહીને લોકોના ખિસ્સા ખંખેરી લીધા. ગરીબોને કતારોમાં ઊભા રહેવું પડયું. તેમણે કહ્યું કે મોદી બે હિંદુસ્તાન બનાવવા માગે છે. એક 15-20 અમીરોનું હિંદુસ્તાન અને બીજું ખેડૂતો,શ્રમિકો અને આદિવાસીઓનું હિંદુસ્તાન. સપના જોવાનો અધિકાર શું માત્ર અમીરોને જ છે? આજે ગરીબ પોતાના બાળકને સારું શિક્ષણ અને સારું આરોગ્ય નથી આપી શકતા. મોદીએ ગરીબો પર ર્સિજકલ સ્ટ્રાઇક કરી હતી અમે ગરીબી પર ર્સિજકલ સ્ટ્રાઇક કરીશું.
કેસીઆર- ભાજપ વચ્ચે છે ભાગીદારી
ઝહીરાબાદ ખાતે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ટીઆરએસ અને ભાજપ વચ્ચે ભાગીદારી છે. મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે કદી ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની આલોચના નથી કરી અને નોટબંધી અને જીએસટીને પણ સમર્થન આપ્યું છે. મોદીને તેલંગણાથી મદદ મળે છે. રિમોટ કંટ્રોલ મોદીના હાથમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તમે ટીઆરઅસને મત આપશો તો પણ તમારો મત નરેન્દ્ર મોદી અને આરએસએસને મળ્યા બરોબર છે. માત્ર કોંગ્રેસ ભાજપને લડત આપી રહી છે, ટીઆરએસ નહીં. અને માત્ર કોંગ્રેસ જ ભાજપ સામે લડત આપવાની ક્ષમતા ધરાવે છે.
ન્યાય આવક યોજના પોકળ નથી
લઘુતમ આવક યોજના વિશેની સમજ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે પોકળ વચન નથી. નક્કર યોજના છે અને અમે તમને તે વાતની ખાતરી આપીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વચનેશું કીમ દરિદ્રતામ!!! જનતાને ખુશ રાહુલ ગાંધીએ કરી વધુ એક મોટી જોહારાત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-president-rahul-gandhi-promises-to-spend-6-of-gdp-on-education-if-congress-is-voted-to-power/
via Best Gujarati News
0 Comments