પડધરીમાં પાક વીમાની માગણી સાથે ખેડૂતોનો હંગામો, હાઇ-વે પર ચક્કાજામ
। પડધરી ।
પડધરીમાં પાક વીમા પ્રશ્ને ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતુ. આશરે ૧૦૦૦ જેટલા ખેડૂતોએ હાઇવે પર ચકકાજામ કરી ખડ અને ભાજપના બેનરો સળગાવવામાં આવ્યા હતા. બાદમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. કિસાન સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત રપથી૩૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. ર૦૧૬ના પાક વીમાની રકમથી પણ ખેડુતો વંચિત છે. લાંબા સમયથી પાક વીમાની જાહેરાત થશેની વાટ જોઈ રહેલા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ હાઈવે ઉપર ચકકાજામ કરવામાં આવ્યો હતો. રોષિત કિસાન સંઘના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતોએ ભજપના બેનર અને ખડ સળગાવ્યા હતા. સરકારની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ આક્રમક વલણ અપનાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત રપથી૩૦ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ પહેલાં ખેડૂતોએ પાક વીમાની માગણી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. સરકાર સામે પોતાનો રોષ વ્યકત કર્યા હતો. તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ પાક વીમા અંગં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ર૦૧૬નો પાક વીમો પણ હજુ સુધી ચુકવાયો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પડધરીમાં પાક વીમાની માગણી સાથે ખેડૂતોનો હંગામો, હાઇ-વે પર ચક્કાજામ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/paid-in-pay-insurance-demand/
via Best Gujarati News
0 Comments