। મુંબઈ ।

વિજય માલ્યા તો શરૂઆત છે નવા FEO કાયદા હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોકસીને પણ ભારત પાછા લવીશું એવો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ હાઇકોર્ટમાં કર્યો હતો.આર્થિક ગુનેગાર અને વોન્ટેડ જાહેર થયેલા વિજય માલ્યાએ ઈડી દ્વારા તેની પ્રોપર્ટીઓ પર ટાંચ મારવાની પ્રક્રિયાનો વિરોધ કરતી અરજી હાઇકોર્ટમાં કરી હતી. તેના જવાબમાં ઈડીએ કહ્યું હતું કે કેસના આ તબક્કે કાયદાને પડકારવો યોગ્ય નથી.

વિજય માલ્યાએ કહ્યું હતું કે તેણે બેન્કોને જે નાણાં ચૂકવવાના છે તેનાથી વધુ કિંમત ધરાવતી સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. હું જાતે પણ બેન્કોના નાણાં પાછા આપવા તૈયાર છું, પણ મારા બધા જ એકાઉન્ટસ, બધી જ સંપત્તિ ઈડીએ જપ્ત કરી લેતાં હું ચોંકી ઊઠયો છું. એથી મારી પણ અરજી આપ ધ્યાનમાં લો એવી રજૂઆત તેણે હાઇકોર્ટમાં કરી છે.

અમને એટેસ્ટેડ કોપી મોડી મળી  

એ સામે આક્ષેપ લેતાં વિજય માલ્યાના વકીલ અમિત દેસાઈએ હાઇકોર્ટને કહ્યું હતું કે પાંચ જાન્યુઆરીથી અમે રોજ કોર્ટમાંથી એ આદેશની એટેસ્ટેટડ કોપી મળે એ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આખરે ૧૯ જાન્યુઆરીએ જસ્ટિસ આઝમીએ એ આદેશની પ્રત પર સહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post માલ્યા શરૂઆત છે, નીરવ અને મેહુલને પણ પાછા લાવીશું:ઈડ્ઢ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mallya-beginning-is-nirav-i-maa/
via Best Gujarati News