। નવી દિલ્હી ।

આતંકવાદના આકા પાકિસ્તાને વધુ એક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને અડધી રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાત્રે ત્રણ વાગ્યે પાકિસ્તાનના એફ-૧૬ યુદ્ધ વિમાનોએ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેના કેટલાક યુદ્ધ વિમાનો પંજાબ બોર્ડર ઉપર આવ્યા હતા. બીજી તરફ ભારતીય એરફોર્સની સતર્કતા અને આક્રમકતાના કારણે પાકિસ્તાનીઓને પલાયન થવાનો વારો આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મિરાજ અને સુખોઈ વિમાન દ્વારા દુશ્મનના વિમાનોને ખદેડી કાઢયા હતા.

રડાર ઉપર મુવમેન્ટ જોવા મળી હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરોઢિયે ત્રણ વાગ્યે ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના ચાર એફ-૧૬ અને યુએવીની મૂવમેન્ટ જોવા મળી હતી. પંજાબની ખેમકરણ સરહદ પાસે પાકિસ્તાની યુદ્ધ વિમાનો દેખાયા હતા. ભારતે તરત જ સુખોઈ-૩૦ અને મિરાજ વિમાનોનો કાફલો મોકલીને પાકિસ્તાની વિમાનોને ખદેડી કાઢયા હતા. ભારતની આ પ્રતિક્રિયાના કારણે પાકિસ્તાની વિમાનો અંધારામાં અલોપ થઈ ગયા હતા.

તપાસ માટે ઘૂસણખોરી કરતા હોવાની શંકા

જાણકારોના મતે પાકિસ્તાની યુદ્ધ વિમાનો સર્વેલન્સ ડ્રોનની મદદથી આગળ વધી રહ્યા હતા. તેઓ ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાની તૈનાતીની માહિતી ભેગી કરવા માટે નીકળ્યા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે ચાર એફ-૧૬ વિમાનો માત્ર જાસૂસી માટે નહીં પણ હુમલો કરવાની જ ફિરાકમાં આવ્યા હોવા જોઈએ. પાકિસ્તાન પોતાની આડોડાઈ છોડે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પંજાબ બોર્ડરે પાકિસ્તાનના ૪ એફ-૧૬ વિમાનોનો ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/punjab-border-pakistan/
via Best Gujarati News