એપ્રિલ મહિનામાં હવે રોકડાના શેરોનો વારો ?
મીડ કેપ વ્યૂ : નયન પટેલ
૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ નિફ્ટી ૧૦,૫૮૫.૬૫ના નીચા મથાળેથી દોઢ મહિનામાં નિફ્ટી ૧૧,૬૩૦.૩૫ની સપાટીએ આવી ગઈ છે એટલે કે નિફ્ટીમાં નીચા મથાળેથી આશરે ૧,૦૫૦ પોઈન્ટની તેજી આપણે દોઢ મહિનામાં જોઈ છે. નિફ્ટી ઓલટાઈમ હાઈ સપાટી નજીક છે છતાં પણ રોકડાના શેરો તેના બાવન સપ્તાહના હાઈથી ઘણા નીચે મળી રહ્યા છે ત્યારે એપ્રિલ મહિનામાં રોકડામાં મોમેન્ટમવાળા શેર્સમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગની તક ઝડપી લેવાય.
એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૫૦૦ અને ૧૧,૬૮૫ની સાપ્તાહિક ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦ થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.
નોંધઃ ગત સપ્તાહે અહીંથી જણાવેલ નેલ્કો લિમિટેડ સપ્તાહમાં જ ૧૩.૫ ટકા વધ્યો જ્યારે મોલ્ડટેક ટેકનોલોજી સપ્તાહમાં જ ૧૨ ટકા વધતો જોવાયો.
ડાર્ક હોર્સ : કેમ્બ્રિજ ટેકનોલોજી એન્ટરપ્રાઈઝ (૫૩૨૮૦૧ અને એનએસઈ સિમ્બોલ ‘CTE’) (૪૪.૧૫) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)
નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીની આવક વધીને રૂ.૭૪.૩૨ કરોડ થઇ છે જ્યારે કંપનીનો નફે રૂ.૮.૨૯ કરોડથી ૯૦.૧૦ ટકા વધીને રૂ.૧૫.૭૬ કરોડ થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં રૂ.૮.૦૩ની ઈપીએસ હાંસલ કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં નાણાકીય વર્ષ ૨૦૧૮ના આખા વર્ષ કરતા ૨૨ ટકા વધારે નફે હાંસલ કરી લીધો છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૪ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે. શેર વર્તમાન ભાવે તેના બાવન સપ્તાહના હાઈ ભાવથી ૩૮ ટકા નીચે મળી રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૩૭ના સ્ટોપલોસ સાથે મધ્યમથી લાંબાગાળાનું રોકાણ કરી શકાય.
સ્ટોક વોચ : લંબોધરા ટેક્સ્ટાઈલ્સ લિમિટેડ (૫૯૦૦૭૫ અને એનએસઈ) (૪૫) (ફેસ વેલ્યૂ રૂ.૫)
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું છે. ગત વર્ષે કંપનીના પ્રમોટરોએ ૫ લાખ શેર્સ રૂ.૮૦ના ભાવે લીધા હતા અને બાવન સપ્તાહનો હાઈ ભાવ પણ રૂ.૮૭.૯ છે જેની સામે પણ સ્ટોક ઓલમોસ્ટ ૫૦ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે. વર્તમાન ભાવે આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૩૭ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
જિંદાલ હોટેલ્સ (૫૦૭૯૮૧) (૪૧.૭) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)
બરોડામાં સૂર્યા પેલેસ નામની હોટેલ ધરાવતી આ કંપનીનો નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનાનો નફે ૧ લાખથી ૯,૬૧૧ ટકા ઊછળીને રૂ.૮૭ લાખ થયો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૩૫ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
માન એલ્યુમિનિયમ (૫૩૨૯૦૬ અને એનએસઈ) (૯૩.૭) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)
છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો નફે ૧૮૪ ટકાના વાર્ષિક દરે વધ્યો છે જ્યારે વેચાણ ૬૩ ટકાના વાર્ષિક દરે વધ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં પણ કંપનીનો નફે ૨૯ ટકા વધ્યો છે. માત્ર ૭.૫ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહેલ આ સ્ટોકમાં દિલ્હીના એચએનઆઈ રોકાણકારો સક્રિય થયા હોવાની ચર્ચા છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૭૫ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post એપ્રિલ મહિનામાં હવે રોકડાના શેરોનો વારો ? appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/april-month-now-cash/
via Best Gujarati News
0 Comments