બજારોનું ભવિષ્ય : અમીષ પટેલ

(તા. ૧-૪-૧૯થી તા. ૫-૪-૧૯ સુધીનું)

શેરબજાર :  છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ખૂબ સારી તેજી જોવા મળી રહી છે. એફઆઈઆઈવાળાની સતત લેવાલી પાછળ નવા હાઈ ઈન્ડેક્સ તરફ આગળ વધી રહ્યો છે. કેટલાક સમયથી બેન્ક શેરોમાં સારી તેજી જોવા મળી. જેના કારણે બેન્ક નિફ્ટી પણ હાઈ ઈન્ડેક્સ પર જોવા મળ્યો.  તો જોઈએ હવે આ સપ્તાહના ગ્રહો બજારને કઈ તરફી લઈ જશે. આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં મંદી જોવા મળે. ઊંચા મથાળે સંસ્થાકીય તથા મંદીવાળાની વેચવાલી આવે. ધન રાશિમાં ગુરુનું ભ્રમણ તથા કુંભ રાશિમાં માર્ગી બુધનું ભ્રમણ બજારમાં ઊંચા મથાળે વેચવાલી આવે. જેમાં બેન્ક શેર તથા શેરોની કેટલીક ઊંચી જાતોમાં ભાવ નરમ જોવા મળે. તા. ૨, ૩ બજાર મંદી તરફી રહે. આમ આ સપ્તાહમાં ઉછાળે વેચી વેપાર કરવો. ઉછાળે વેચનારની જીત જણાય. સપ્તાહના અંત સુધી વધઘટે બજાર મંદી તરફી રહે. સેન્સેક્સ તથા નિફ્ટી આંક વધઘટે નરમ રહે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં મંદી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગનો અભાવ રહે. ઘરાકી ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં મંદી જોવા મળે.

અનાજ-કઠોળ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. ઘરાકી નીકળતી જણાય. સ્થાનિક તથા દેશાવરની માગ નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે.

સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં મંદી જોવા મળે. ખરીદીનો અભાવ જણાય. નાણાભીડની તીવ્ર અસર કે અન્ય કારણોસર સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ રહે. સપ્તાહના અંત સુધી સોનામાં મંદી જોવા મળે.

આ સપ્તાહમાં ચાંદીમાં પણ મંદી જોવા મળે. સ્ટોકિસ્ટોની પૂછપરછ ઘટતી જણાય. દ્યોગિક વપરાશકારોની માગનો અભાવ રહે. આમ સપ્તાહના અંત સુધી ચાંદીમાં મંદી જોવા મળે.

રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં મંદી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદીનો અભાવ રહે. મિલર્સની માગ ઘટતાં સપ્તાહના અંત સુધી રૂમાં મંદી જોવા મળે. રેડીમેડ ગારમેન્ટમાં લેવાલી ઘટતી જણાય. પાવરલુમ્સ તથા પ્રોસેસ હાઉસમાં પણ કામકાજ ઠંડું જોવા મળે. જેના કારણે કાપડ માર્કેટમાં નિરાશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ સપ્તાહે બજાર વધઘટે મંદી તરફી રહે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/this-week-market-fluctuations-recession/
via Best Gujarati News