એપલ ક્રેડિટ કાર્ડઃ કંપની, ગ્રાહક બંનેની નાણાકીય સ્થિતિ સુધારવા માટેનું ટેક્નોલોજિકલ સાધન
અર્થ અને તંત્ર : અપૂર્વ દવે
આઇફેન અને આઇપેડની નિર્માતા એપલ કંપની વિશે આપણે અગાઉ કહી ગયા છીએ કે ફ્ક્ત મોબાઇલ ફેન અને ટેબ્લેટ બનાવીને આ કંપની વધારે આગળ જઈ નહીં શકે, કારણ કે તેનાં ઉત્પાદનો ખરીદનાર વર્ગ સીમિત છે. જે કંપનીએ દુનિયાને વિશિષ્ટ ઉત્પાદનો આપ્યાં હોય તેને પોતાની આવક સીમિત થતી દેખાય અને એ કંઈ કરે નહીં એવું તો બને જ નહીં. હાલમાં એપલના વડા ટીમ કૂકે કરેલી કંપનીની નવી સેવાઓની જાહેરાતો વિશે જાણીને કહેવું પડે કે કંપનીએ નવી દુનિયામાં કદમ આગળ વધાર્યાં છે.
એપલે પોતાની પેમેન્ટ સર્વિસ એપલ પે નામે શરૂ કરી હતી. હવે તેણે એપલ કાર્ડ નામનું ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું છે. આ કાર્ડ એપની અંદર પણ ચાલશે અને ફિઝિકલ કાર્ડ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાશે. પેટીએમ બેન્કે પોતાના વોલેટની સાથે આપેલું વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ અહીં યાદ આવે છે. એપલની ખાસિયત મુજબ તેના ક્રેડિટ કાર્ડમાં ઉચ્ચ કક્ષાની ગોપનીયતા અને સલામતી પૂરી પાડવામાં આવી છે. આ કાર્ડ માટે કોઈ જ ફી લેવામાં આવવાની નથી. વળી, લોકોને ક્રેડિટ કાર્ડમાં જે સૌથી વધારે નડે છે એ વ્યાજનું પ્રમાણ પણ ઓછું રાખવામાં આવ્યું છે. એપલ કાર્ડ મેળવવા માટેની અરજી એપ મારફ્તે જ કરવાની રહેશે. તેનું વર્ચ્યુઅલ વર્ઝન તરત જ વાપરવાની શરૂઆત કરી શકાશે. એપલ આખરે ટેક્નોલોજી કંપની છે. ખરી રીતે તો તેણે વર્ચ્યુઅલ કાર્ડ જ આપવું જોઈએ, પરંતુ જે સ્થળોએ એપલ પે ચાલતું નથી ત્યાં કાર્ડ વાપરવું હોય તો શું કરવું એ સવાલનો જવાબ તેણે ફિઝિકલ કાર્ડ દ્વારા આપ્યો છે. એ કાર્ડ પર ધારકનું નામ અને એપલનો લોગો જ હશે, કારણ કે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી નંબર અને સહી કાર્ડની અંદર જ સ્ટોર કરેલાં રાખવામાં આવ્યાં છે.
એપલ કાર્ડની સલામતી માટે તેને એક વિશિષ્ટ નંબર આપવામાં આવેલો હશે, જે આઇફેનમાં બનાવીને એ જ ફેનમાં સલામત રીતે સાચવીને રાખવામાં આવેલો હશે. કાર્ડનો ઉપયોગ પણ સલામત રીતે થાય એ હેતુથી દરેક વ્યવહારને ઉપયોગકર્તાના ચહેરાથી કે સ્પર્શથી ઓથોરાઇઝ કરવામાં આવશે. આ કામ ફેનમાં સચવાયેલા સિક્યોરિટી કોડની મદદથી થશે.
આજકાલ કંપનીઓ ગ્રાહકોના ડેટાનો ઉપયોગ અનેક રીતે કરે છે અને ક્યારેક તેમાં પ્રાઇવસીનો ભંગ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એપલે એવું નક્કી કર્યું છે કે કાર્ડધારકે ક્યારે શું ખરીદી કરી અને કેટલા પૈસા ચૂકવ્યા તેનો કોઈ ડેટા કંપની નહીં મેળવે. એપલના આ કાર્ડ માટે ગોલ્ડમેન સાશ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે. તેનાં પેમેન્ટ માસ્ટરકાર્ડના માધ્યમથી થશે. આમ, માસ્ટરકાર્ડને પણ વર્તમાન સ્પર્ધામાં ટકી રહેવા માટે એક સારી તક મળી ગઈ છે.
એપલ કાર્ડથી થતા વ્યવહારોને તરત જ એપની મદદથી જોઈ શકાશે. ઘણી વાર આપણને કાર્ડથી થતા વ્યવહારોનું જે સ્ટેટમેન્ટ મળે છે તેમાં એ ખબર નથી પડતી કે ખરીદી ક્યાં અને શેની થઈ હતી. આ સમસ્યાને દૂર કરવા માટે એપલે દરેક વેપારી અને જગ્યાનું નામ દેખાય એવી વ્યવસ્થા કરી છે. વળી, ખાણીપીણી, શોપિંગ અને મનોરંજન, વગેરે જેવી શ્રેણીઓ બનાવીને તેની સામે ખર્ચની નોંધ કરવામાં આવશે, જેથી કાર્ડધારકને ખબર પડશે કે તેણે ક્યાં કેટલો ખર્ચ કર્યો છે. આ ખર્ચનો સારાંશ સાપ્તાહિક અને માસિક ધોરણે એપલ કાર્ડ ઉપલબ્ધ કરાવશે. શ્રેણી પ્રમાણે વર્ગીકૃત થતો ખર્ચ અને ખર્ચનો સારાંશ પ્રાપ્ત થવાથી ગ્રાહકો પોતાનું બજેટ સારી રીતે બનાવી શકશે. આમ, જે કાર્ડ એપલની નાણાકીય સ્થિતિ સુધારવા માટે બનાવાયું છે એ કાર્ડ ગ્રાહકની નાણાકીય સુધારવામાં પણ નિમિત્ત બની શકશે. આને કહેવાય ઇનોવેશન!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post એપલ ક્રેડિટ કાર્ડઃ કંપની, ગ્રાહક બંનેની નાણાકીય સ્થિતિ સુધારવા માટેનું ટેક્નોલોજિકલ સાધન appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/apple-credit-card-company/
via Best Gujarati News
0 Comments