ઝીરો પછી તું સોશિયલ મીડિયા પર જેટલી સક્રિય છે એટલી સિનેજગતમાં નથી. એમ કેમ?

કોઈ ખૂબ મહત્ત્વની વાત હોય તો એમાં મારો મત લોકોને જણાવું એમાં ખોટું શું છે? જેમ કે પૃથ્વી દિવસ હતો ત્યારે મેં સોશિયલ મીડિયા પર કહ્યું કે પૃથ્વી આપણી માતા છે અને તેને બચાવવાની બધાની ફરજ છે. એ પછી શ્રીલંકામાં જબરજસ્ત આતંકવાદી ધડાકા થયા તો મન ભરાઈ આવ્યું. એટલે મારી લાગણીઓ સોશિયલ મીડિયા પર મૂકી.

હમણાંથી તું તારું અભિનયનું કામ છોડીને પતિ વિરાટ કોહલીની સાથેને સાથે જ હોય છે. એવું કેમ?

અરે ભાઈ અમારાં ક્ષેત્રો એવાં છે કે ધારીએ તો પણ મન થાય ત્યારે એકબીજાની સાથે રહી ન શકીએ. બંને પોતપોતાના કમિટમેન્ટમાં બંધાયેલા હોઈએ. ફોન પર અને વીડિયો કોલ કરીને કામ ચલાવવું પડે! અત્યારે મને તક મળી છે. સંજોગોવશાત્ મારી પાસે કોઈ ફિલમનું કામ નથી અને વિરાટ આઈપીએલ માટે ઠેરઠેર ફરી રહ્યો છે તો હું પણ એની સાથે જોડાઈ ગઈ. સાથે રહેવાનો આવો મોકો શું કામ છોડું?

એવું સંભળાય છે કે ર્શિમલા ટાગોરની જેમ તું પણ ક્રિકેટરની પત્ની તરીકે ઘર સાચવનાર ગૃહિણી બનવા જઈ રહી છે?

ના ભાઈ ના! મારું પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. એના માટે અને અભિનેત્રી તરીકે મારા માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહી છું. કામ તો ચાલુ જ રહેશે. એમ કહી શકાય કે અત્યારે તક ઝડપીને મેં બ્રેક લઈ લીધો છે.

વાતો એવી પણ સંભળાય છે કે તમારા બંનેનું ફેમિલી આગળ ધપાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એ વાત તો સાચી ને?

આવી બધી વાતો કોણ ઉડાડે છે?

તો આ ખોટી વાત છે?

જુઓ બધી વાતો સમય આવ્યે જાહેર થઈ જ જશે. અત્યારથી એની ખણખોદ ન કરીએ એમાં જ ભલાઈ છે. હું અભિનેત્રી તરીકે બેસ્ટ કામ કરતી રહું અને નિર્માત્રી તરીકે બેસ્ટ ફિલ્મો બનાવતી રહું એના જ પ્રયાસ ચાલે છે.

બાળકનું પ્લાનિંગ ચાલે છે એ વાત જાહેર થાય તો કરિયરને નુકસાન થવાની બીક લાગે છે?

આજે એ જમાનો જ નથી રહ્યો. એવું હોત તો હું મારા લગ્નની વાત જ ખાનગી રાખત! અમે કોઈ અભિનેત્રીએ લગ્નની વાત ખાનગી નથી રાખી. માતૃત્વની વાત પણ કંઈ ખાનગી રાખવાની નથી, પરંતુ સમય પહેલાં એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તમારા ઘરમાં પણ સારા સમાચાર આવવાના હોય તો ચોક્કસ સમયે જ જાહેર કરો છો ને?

ઓકે. તો કશું રંધાઈ રહ્યું નથી. બધું નોર્મલ જ છે ને?

બિલકુલ બધું નોર્મલ જ છે.

તને નથી લાગતું કે જાતે નિર્માતા બનવાથી અભિનેતા તરીકેની કરિયરને નુકસાન થાય છે?

મને તો એવું જરાય નથી લાગતું. નિર્માણ ચાલુ કરવાનું કારણ મેં સ્પષ્ટ કરી જ દીધું હતું. કર્મિશયલ ફિલ્મસર્જકો પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને પટકથામાં જરૂરી મસાલો ઉમેરી દેતા હોય છે. મારે મારા મન મુજબની ફિલ્મો બનાવવી હતી એટલે નિર્માણ ચાલુ કર્યું.

પૈસા ફૂંકવા માટે?

તમે ચાહો તો એમ પણ કહી શકો. હું કહીશ કે ક્રિયેટીવ સેટિસ્ફેક્શન માટે આવું કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અનુષ્કા શર્મા ખરેખર અભિનય છોડી રહી છે? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/anushka-sharma-really-abhin/
via Best Gujarati News