મૂડ મૂડ કે દેખ :- પ્રફુલ્લ કાનાબાર

જાહેરમાં સુચન કરવાથી ખોટું લગાડીને ફિલ્મના સેટ ઉપરથી જતી રહેલી હિરોઈન છોકરી સાંજ સુધી ઘરે પરત ન આવતા તેના માતા-પિતા ચિંતામાં પડી ગયાં. પોલીસ સ્ટેશને કંમ્પેલેઇન્ટ નોંધાવવામાં આવી. વાસ્તવમાં તે છોકરી ટ્રેન પકડીને તેના ફેઈબાની ઘરે ભવાનીપુર પહોંચી ગઈ હતી. આખરે મોડી રાત્રે તે છોકરીનું માતા-પિતા સાથે સુખદ મિલન થયું. તે છોકરી એટલે મૌસમી ચેટર્જી. આ ઘટના બની હતી, બંગાળી ફિલ્મ બાલિકા વધુના શુટીંગ વખતે.

આ ફિલ્મ પરથી ૧૯૭૬માં શક્તિ સામંતે તરુણ મઝમુદારને જ ડિરેક્શન સોંપીને તે જ નામે હિન્દીમાં ફ્લ્મિ બનાવી હતી. હિન્દી વર્ઝનમાં તે રોલ રજની શર્માએ કર્યો હતો અને હીરો હતો સચિન. મૌસમીનાં આવા અણધાર્યા વર્તનથી તરુણ મઝમુદારે તેને ફ્લ્મિમાંથી કાઢી મૂકવાનું ફઈનલ કરી નાખ્યું હતું, પણ તરુણ મઝમુદારની પત્નીની સમજાવટને કાsરણે મૌસમીને રાખવામાં આવી હતી. વાસ્તવમાં તરુણ મઝમુદાર અને મૌસમીના પિતાના પાડોશી હતા. બંનેને ફેમિલી રિલેશન હતા. “બાલિકા વધૂ” માટે સામે ચાલીને જ તરુણ મઝમુદારે મૌસમી માટે તેના પિતાને વાત કરી હતી. પિતાએ ઘસીને ના પાડી દીધી હતી. આખરે તરુણ મઝમુદારના પત્ની સંધ્યા રોયે મૌસમીની સલામતીની ખાતરી આપી હતી. અને મૌસમીના પિતા માન્યા હતા. “બાલિકા વધૂ” માટે મૌસમીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

મૌસમી ચેટર્જીનો જન્મ તા.૨૬/૪/૧૯૪૮ ના રોજ કોલકાતામાં થયો હતો. સાચું નામ ઇન્દિરા. પિતા આર્મીમાં હતા. દાદા બ્રિટિશકાળમાં જજ હતા. એક બહેન એક ભાઈ અને બીમાર માતાના પરિવારમાં મૌસમીનું બાળપણ વીત્યું હતું. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર હેમંત કુમારના પુત્ર રિતેશ સાથે મૌસમીના લગ્ન માત્ર અઢાર વર્ષની ઉંમરે થઇ ગયાં હતાં. તે જમાનામાં સામાન્ય રીતે લગ્ન બાદ અભિનેત્રી ફ્લ્મિોમાં કામ કરવાનું છોડી દેતી. જોકે મૌસમીના કિસ્સામાં બિલકુલ ઊલટું થયું હતું. મૌસમી ફ્લ્મિોમાં કામ કરે તેવું હેમંતકુમાર અને તેમના પત્ની પણ ઇચ્છતા હતા. મૌસમીને પણ અભિનયમાં રસ હતો. જોકે મૌસમીને લગ્ન બાદ ફ્લ્મિોમાં કામ કરતી વખતે સમયની પાબંદી પાડવી પડતી હતી. સાંજે છ પહેલા આજ્ઞાંકિત પુત્રવધૂ મૌસમીને ઘરે પહોંચી જવું પડતું. તે જમાનામાં તેને “ગુડ્ડી’ અને “કોશિશ” જેવી ફ્લ્મિો આ કારણસર જ છોડવી પડી હતી.

હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં “અનુરાગ” (૧૯૭૨)થી મૌસમીની સાચા અર્થમાં કરિયરની શરૂઆત થઇ હતી. પ્રજ્ઞાચક્ષુ શિવાનીના રોલમાં તે છવાઈ ગઈ હતી. તેના ભાગે આવેલા એસ.ડી.બર્મનના સંગીતમાં મઢેલા અને લતાજીના કંઠે ગવાયેલા મધુર ગીતો જેવાં કે “સુન રી પવન.” અને “નીંદ ચુરાયે ચેન ચુરાયે” આજે પણ દર્શકો ભૂલ્યા નથી. વળી તેજ ફ્લ્મિનું વિનોદ મહેરા સાથેનું તેનું યુગલ ગીત “વોહ ક્યા હૈ ..’ પણ એટલું જ લોકપ્રિય થયું હતું. ફ્લ્મિ “કચ્ચે ધાગે” માં વિનોદ ખન્નાની હિરોઈન બનેલી મૌસમીની સાથે એક નાના રોલમાં તેનો પતિ રિતેશ પણ હતો જોકે તે ફ્લ્મિની વાર્તા સંપૂર્ણપણે વિનોદ ખન્ના અને કબીર બેદીની આસપાસ જ હતી. ત્યાર બાદ એકાદ ફ્લ્મિમાં રિતેશે આવ્યો હતો ખરો, પણ તે ફ્લ્મિ ચાલી નહોતી.

“રોટી, કપડાં ઔર મકાન” નું ફેમસ ગીત “હાય હાય યે મજબૂરી” પહેલાં મૌસમી પર જ શૂટ થયું હતું. પાછળથી ફેરફર કરવામાં આવતાં તે ગીત ઝિન્નત અમાન પર ફ્રીથી શૂટ કરવામાં આવ્યું હતું. “રોટી, કપડાં ઔર મકાન” માટે મૌસમીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

“પ્યાસા સાવન” નું જીતેન્દ્ર સાથે મૌસમી પર ફ્લ્મિાવાયેલું ગીત “તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ અન્ધેરો મે ભી રોશની મિલ રહી હૈ” તે જમાનાનું પતિ પત્નીના ઉત્કૃષ્ટ સંબંધોને ઉજાગર કરનારું ઉત્તમ ગીત બની ગયું હતું. જીતેન્દ્ર સાથે તેની અન્ય ફ્લ્મિોમાં સ્વર્ગ નર્ક, સંતાન. જસ્ટીસ ચૌધરી તથા ઉધાર કી જિંદગી હતી. સંજીવકુમાર સાથે “અંગુર” અને “ઇતની સી બાત” માં મૌસમીની કોમેડી ટાઈમિંગ પરફેક્ટ હતું. આ ફિલ્મમાં એ સંજીવકુમારને બહાદુર (દેવેન વર્મા) બાપ બનવાનો હોવાની વાત કરે તો સંજીવ બોલી ઊઠે છે, વોહ કૈસે બાપ બન સકતા હૈ? તો મૌસમી જે ભોળપણથી પૂછે છે, ક્યૂ નહીં બન સકતા વો ક્યા વોહ હૈ? એ મૌસમી જ કરી શકે.

ધર્મેન્દ્ર સાથે સિક્કા, ઝુલ્મ કી હકૂમત, મેરા ધરમ તથા આગ હી આગ જેવી લગભગ અડધો ડઝન માર ધાડની ફ્લ્મિો પણ મૌસમીએ કરી હતી.   અમિતાભ સાથે ૧૯૭૪માં રિલીઝ થયેલી ફ્લ્મિ “બેનામ” અને ૧૯૭૯માં “મંઝિલ”માં મૌસમીનો અભિનય ખૂબ વખણાયો હતો. “મંઝિલ”નું લતાજીએ ગાયેલું “રીમ ઝીમ ગિરે સાવન સુલગ સુલગ જાયે મન” ગીત ફ્લ્મિમાં મૌસમી પર ફ્લ્મિાવાયેલું છે. અને એ ગીતમાં મૌસમીના ભાવ જોવા જેવા છે. ૨૦૧૫માં રિલીઝ થયેલી ફ્લ્મિ “પીકુ” માં અમિતાભ સાથે મૌસમીનો ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે નાનો રોલ હતો.

મૌસમીની પુત્રી પાયલ મુખર્જી ટીવી સીરિયલોનું નિર્દેશન કરે છે. પુત્રીના આગ્રહને વશ થઈને મૌસમીએ નાના પડદે પણ અનેક સીરિયલોમાં અભિનય કર્યો છે. મધર ટેરેસાની પ્રેરણાથી મૌસમી ચેટર્જી અનેક સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલી છે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બહાદૂર ક્યૂં બાપ નહીં બન સકતા, વોહ ક્યા વોહ હૈ? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/brave-que-bap-na-bun-c/
via Best Gujarati News