એક સમય એવો હતો કે અક્ષયકુમાર અને કેટરિનાની જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી હતી. આ બંને જે ફિલ્મમાં એકસાથે આવે તે ફિલ્મ હિટ જતી જ એવું લોકોએ માની લીધંુ હતું. તે જ સમયે કેટરિનાના કારણે અક્ષય અને ટ્વિંકલના લગ્ન જીવનમાં તકલીફ થઇ હોવાની ચર્ચા પણ ચાલવા લાગી હતી. ત્યાં સુધી કે ટ્વિંકલે અક્ષયને થોડા સમય માટે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. જેના કારણે તેણે હોટલમાં રહેવું પડયું હતું. બસ ત્યારથી જ અક્ષયે કેટ સાથે કામ કરવાનું બંધ કરી દીધંુ હતું. જોકે હવે પાછા બંને એક સાથે ફિલ્મી પડદે આવી રહ્યા છે. અને આ કમાલ રોહિત શેટ્ટીએ કરી છે. વેલ રોહિતની આગામી ફિલ્મમાં અક્ષયની હિરોઇન તરીકે કેટરિના દેખાશે. આ વાતની જાહેરાત તાજેતરમાં જ રોહિતે અને કરણ જોહરે કરી હતી. ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય લીડ રોલ કરવાનો છે તે વિશે આપણને સિમ્બા ફિલ્મ દ્વારા જ જાણ થઇ ગઇ હતી. પરંતુ ફિલ્મમાં લીડ રોલ કોણ કરશે તે વિશે કોઇને ખ્યાલ નહોતો. અલબત્ત હવે નક્કી થઇ ગયું છે કે કેટરિના સિમ્બામાં અક્ષય સાથે લીડ રોલમાં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્ષો બાદ અક્ષયકુમાર સાથે કામ કરશે કેટરિના appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/years-after-akshay-kumar-saath/
via Best Gujarati News