શું મલાઇઅરોરા ગર્ભવતી છે?
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર થોડા સમય પહેલાં હોસ્પિટલની બહાર એકસાથે જોવા મળ્યાં હતાં. આ બંનેને હોસ્પિટલની બહાર જોઇને લોકોએ પહેલા તો રૂટિન ચેકઅપ માટે ગયા હોવાનું તારણ કાઢયું હતું. પરંતુ તે જ હોસ્પિટલે મલાઇકાને તાજેતરમાં ફરીથી બે વાર જતી જોવામાં અવી હતી. જોકે આ બંનેવાર મલાઇકા એકલી હતી. તેની સાથે અર્જુન નહોતો. તે એકલી જ જોવા મળી હતી. આમ અવારનવાર મલાઇકાને હોસ્પિટલના ચક્કર લગાવતી જોઇને બી ટાઉનમાં એવો ગણગણાટ થવા માંડયો છે કે મલાઇકા ગર્ભવતી છે. એટલે જ પહેલીવાર અર્જુન અને તે બંને હોસ્પિટલની વિઝટે ગયા હતા. જોકે બીજી બે વાર અર્જુન મુંબઇમાં ન હોવાને લીધે તે એકલી જ ગઇ હતી. થોડા સમય પહેલા પણ બંનેએ છાનામાના લગ્ન કરી લીધા હોવાની અફવા ઊડી હતી. બંને લગ્ન કરીને હનીમૂન માટે પણ ગયા હતા. અને આ બંનેએ મુંબઇમાં બીજો ભવ્ય ફ્લેટ પણ ખરીદ્યો હોવાની વાત જાણવા મળી છે. વેલ આ તમામ વાતો સાચી છે કે માત્ર અફવા એ તો મલાઇકા અને અર્જુન જ જણાવી શકે, પરંતુ હાલ તો અવારનવાર મલાઈકાને હોસ્પિટલ જતી જોઇને દાળમાં કંઇક કાળું હોવાનો અણસાર આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શું મલાઇઅરોરા ગર્ભવતી છે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/what-is-malai-aurora-pregnant-is/
via Best Gujarati News
0 Comments