અત્રે જાણવા મળી રહ્યું છે કે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર ડિ.જે.ના રોલમાં જોવા મળશે. જેને મ્યુઝિશિયન બનવું હોય છે, પણ તેના પિતા તેને ના કહે છે. જોકે રણબીર પિતાની વાત નથી માનતો અને ઘર છોડીને ચાલ્યો જાય છે. ઘર છોડયા બાદ પોતાના સંઘર્ષકાળમાં રણબીરને ખબર પડે છે કે પોતાની પાસે અમુક પાવર્સ છે જે બીજા કોઇ સામાન્ય માણસ પાસે નથી હોતા. રણબીર આ સુપર પાવર્સને ઓળખી લે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે રણબીરે સ્પેશિયલ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પણ લીધી છે. ફિલ્મના ત્રણેય ભાગમાં હીરો પાસે કોઇ સુપર પાવર હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વેલ આ ફિલ્મનું પ્રોડક્શન પણ કરણ સંભાળી રહ્યો છે. હવે જ્યારે કલંકની ઝળહળતી નિષ્ફળતા મળી ચૂકી છે ત્યારે જોવું રહ્યું કે કરણની આ ફિલ્મ શું સાબિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બ્રહ્માસ્ત્રમાં રણબીરનો રોલ કેવો હશે?   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/brahma-ranbirs/
via Best Gujarati News