આલિયા ભટ્ટની ફિલ્મ કલંક રિલીઝ થઇ ચૂકી છે. અને બહુ ખરાબ રીતે પીટાઇ પણ ચૂકી છે. વેલ પણ આ બધાની અસર આલિયા પર થાય તેમ નથી. તે ફરીથી પોતાના બીજા કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે વાત કરતાં આલિયાએ જણાવ્યું હતું કે રણબીર સાથે કામ કરવંુ એ મારું સપનું હતું. હું રણબીરની બહુ મોટી ફેન છું. તેણે ફિલ્મમાં ડેબ્યુ કર્યું ત્યારથી જ મને રણબીર ગમતો અને મારે તેની સાથે કામ કરવંુ હતું. ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પ્લાન યે જવાની હૈ દિવાની ફિલ્મ રજૂ થઇ ત્યારથી જ ચાલી રહ્યો હતો. મારે તે ફિલ્મ વખતે પણ રણબીર સાથે કામ કરવું હતું. પણ તે ફિલ્મમાં દીપિકાને લેવામાં આવી હતી. જ્યારે બ્રહ્માસ્ત્ર માટે મેં રીતસર અયાન સામે ખૂબ આજીજી કરી અને રણબીર સામે મને કાસ્ટ કરી લેવા તેને મનાવ્યો. આલિયા હસતાં હસતાં કહે છે કે મેં અયાન સામે હાથ પણ જોડયા હતા. રણબીર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતા આલિયા કહે છે કે તે એકદમ સહજ અભિનેતા છે. તે જ્યારે કેમેરા સામે કામ કરતો હોય ત્યારે તે રણબીર જ ન હોય. માત્ર ફિલ્મના કેરેક્ટરને જ જીવી રહ્યો હોય. અને બીજી જ પળે જ્યારે શૂટિંગ પૂરું થાય કે તરત તે મજાક કરતો કે ચોકલેટ ખાતો જોવા મળે. હું વિચારતી હતી કે રણબીર સાથે કામ કરીને હું તેની ટેકનિક શીખી લઇશ, પણ રણબીરની કોઇ ટેકનિક જ નથી. તે ખૂબ જ સહજ એક્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોની સાથે કામ કરવા આલિયાએ ડાયરેક્ટર સામે હાથ જોડયા   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/who-with-the-work-alia/
via Best Gujarati News