સૂર્યપુત્રની એક્ટ્રેસ પ્રિયાને પતિ સાથે થયો અણબનાવ
સૂર્યપુત્રની એક્ટ્રેસ પ્રિયા બઠીજાએ વર્ષ ૨૦૧૭માં લગ્ન કરી લીધાં હતાં. તેણે ડી.જે. કંવલજીત સાથે લગ્ન કરી લીધાં હતાં. આ બંનેની ઓળખાણ એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. થોડો સમય ડેટ કર્યા બાદ બંનેએ પરિવારની હાજરીમાં એકબીજા સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. જોકે લગ્ન બાદ બંનેને ટૂંક સમયમાં જ તકલીફ શરૂ થઇ ગઇ હતી. માંડ છ મહિના સારું ચાલ્યા બાદ બંને વચ્ચે તકલીફ સર્જાવા માંડી હતી. લગ્નના માત્ર છ મહિના પછીથી તરત જ બંને અલગ-અલગ શહેરમાં પોતાના કામના કારણે રહેવા લાગ્યા હતા. અલગ-અલગ રહેતાં હોવાને કારણે તકલીફ થાય છે તેવી વડીલોની સલાહને કારણે પ્રિયા ખાસ કંવલજીત પાસે રહેવા પણ ગઇ હતી. અને એક સમયે તેણે જો બધું ઠીક થઇ જાય તો પોતાની કરિયર છોડી દેવાનો વિચાર પણ કરી લીધો હતો. જોકે આ પ્લાન પણ સફળ ન થયો અને પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે વણસી ગઇ હતી. પરિણામે બંનેએ અલગ થઇ જવાનો નિર્ણય લઇ લીધો હતો. જોકે હજી સુધી આ વિશે પ્રિયા કે કંવલજીતે જાહેરમાં કોઇ નિવેદન નથી આપ્યું. તેઓ પોતાના અંગત જીવનના સવાલથી મીડિયાને તેમજ ફેન્સને દૂર રાખવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે. પણ બંનેના અંગત મિત્રોના કહેવા પ્રમાણે બંને હાલ અલગ રહેવા લાગ્યા છે અને થોડા સમયમાં ડિવોર્સ ફાઈલ કરવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સૂર્યપુત્રની એક્ટ્રેસ પ્રિયાને પતિ સાથે થયો અણબનાવ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/suryaputra-actress-p/
via Best Gujarati News
0 Comments