પાર્થ સમથાનના માથે તૂટી પડયો દુઃખનો પહાડ!
ટેલિવિઝન એક્ટર પાર્થ સમથાનના પિતાનું નિધન થઇ ગયું છે. પાર્થે આ દુઃખદ ઘટના બાદ પોતાના પિતાને યાદ કરીને સોશિયલ મીડિયા ઉપર અત્યંત ભાવુક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે પિતાને યાદ કરી, તેમની સાથે વિતાવેલા સારા દિવસોને યાદ કરી તે ખૂબ મજબૂત હતા તેમ જણાવ્યું હતું. અને પોતે પિતાને ક્યારેય ભૂલી નહીં શકે તેમ પણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્થના પિતાની તબિયત ખાસ્સા સમયથી ખરાબ હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ, પણ તેમની તબિયતમાં સુધારો ન થતા અંતે તેમનું નિધન થયું હતું. પિતાના નિધન બાદ પાર્થને સથવારો આપવા અનેક ટેલિવિઝન સેલેબ્સ પાર્થના ઘરે પહોંચ્યા હતા, તેમજ પાર્થને કોન્સોલેશનનાં મેસેજીસ પણ મોકલ્યા હતા. અત્યારે ઉલ્લેખનીય છે કે હાલના સમયે પાર્થનું નામ વિકાસ ગુપ્તા સાથે જોડાયું છે. તે અને વિકાસ એકબીજાના પ્રેમમાં હોય તેમ કહેવામાં આવે છે, જો કે આ બાબતે બંનેએ જાહેરમાં કોઇ નિવેદન નથી આપ્યું, પણ વિકાસ થોડા થોડા દિવસે બંનેના રોમેન્ટિક ફોટા શેર કરતો રહેતો હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાર્થ સમથાનના માથે તૂટી પડયો દુઃખનો પહાડ! appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/parth-samanthan-at-the-fold/
via Best Gujarati News
0 Comments