સુરવીન ચાવલાએ લગ્ન ક્યારેય કર્યા તેની જાણ ભલે તેણે કોઇને નહોતી કરી અને ખાસ્સા સમય સુધી પોતાના લગ્નને છુપાવી રાખ્યા હતા, પણ પોતે માતા બનવાની છે તેની જાણ તેણે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર પોતાના બધા જ ફેન્સને કરી હતી. ત્યારબાદથી સુરવીન સતત ચર્ચામાં રહેતી હતી. તેના બેબી શાવરના ફોટા પણ ખૂબ વાઇરલ થયા હતા. પોતાના બેબી શાવરમાં સુરવીને સાવ સિમ્પલ લુક અપનાવ્યો હતો. અને ત્યારબાદ પણ તે પોતાની ગર્ભાવસ્થાને ખૂબ સારી રીતે માણી રહી હતી. ગર્ભાવસ્થા દરમિયાનના બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં સુરવીનના ફોટા લોકોએ ખૂબ વખાણ્યા હતા. તાજેતરમાં જ સુરવીને એક દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનો જન્મ ગત શક્રવારે ૧૯ એપ્રિલે થયો હતો. ત્યારબાદ તેને રવિવારે સવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. સુરવીને પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારી પાસે શબ્દો નથી તે જણાવવા માટે કે હું કેટલી ખુશ છું. સુરવીને દીકરીનું નામ ઇવા પાડયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરવીન ચાવલાના ઘરે દીકરી અવતરી! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/surveen-chawlas-house-daughter/
via Best Gujarati News