ટીવી એક્ટર શરદ મલ્હોત્રાએ ૨૦ એપ્રિલે પોતાની ગર્લફ્રેન્ડ રીપસી ભાટીયા સાથે હિન્દુ વિધિથી લગ્ન કરી લીધા હતા. શરદના લગ્નમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના તેના ઘણાં મિત્રો હાજર રહ્યા હતા. જેમાં શશાંક વ્યાસ, હર્ષદ ચોપડા, એજાઝ ખાન, રશ્મી દેસાઇ, અર્જુન બીજલાણીનો સમાવેશ થાય છે. આ શુભ પ્રસંગે રશ્મીએ મીડિયાને શોકિંગ નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે રીપસી સાથે શરદ ડેટ કરી રહ્યો છે, તે વિશે અમે મિત્રો ખૂબ સારી રીતે જાણતા હતા. શરદ અમને આવીને રીપસીના સારા સ્વભાવની તેમજ તેના અનુભવની વાતો કરતો રહેતો. પણ ડેટિંગના આટલા ઓછા સમયમાં જ શરદ લગ્ન કરી લેશે તેની કલ્પના મને નહોતી. હજી તો થોડા સમય પહેલાં જ બંનેએ ડેટ કરવાનું શરૂ કયુંર્ હતું. આટલા ટૂંકા સમયમાં બંને લગ્નની જાહેરાત કરશે તે મારા માટે શોકિંગ હતું. મને પહેલાં તો જ્યારે લગ્નની તારીખ વિશે ખબર પડી ત્યારે જ ખૂબ નવાઇ લાગી હતી. મારા માન્યામાં જ નહોતું આવતું. તેથી મેં ઝટ શરદને કોલ કર્યો અને શું આ સાચા સમાચાર છે એવો સવાલ પૂછયો હતો. શરદે હરખાતાં હરખાતાં હા કહી અમે મને વિશ્વાસ બેઠો કે આ માણસ લગ્ન માટે સંપૂર્ણપણે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શરદ મલ્હોત્રાના લગ્નએ રશ્મીને આપ્યો ઝટકો   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/sharad-malhotras-wedding-rush/
via Best Gujarati News