શું આલિયા-રણબીરની થઈ ગઈ સગાઈ? જાણો રણબીરે કેવી રીતે કર્યું પ્રપોઝ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના રિલેશનશિપની બી-ટાઉનમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. જોકે આ બન્ને સ્ટાર્સ તેમના રિલેશનને લઈ જાહેરમાં સ્પષ્ટ વાત કરતા નથી. જ્યારે હવે મીડિયા સૂત્રો મુજબ બન્ને સ્ટાર્સની સગાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉપરાંત એવી ખબર પણ મળી છે કે સગાઈ પછી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સગાઈ પહેલાથી જ થઈ ચૂંકી છે. રિપોર્ટની માનીએ તો આલિયાને રણબીરે સ્વિટ્ઝર્લૅન્ડના St Moritzમાં ઘુટણ પર બેસીને પ્રપોઝ કરી હતી. જોકે લગ્ન વિશે આ બન્ને સ્ટાર્સે હાલ કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ રણબીરે એક એવોર્ડ શોમાં આલિયાને જેમ ઘુટણ પર બેસીને પ્રપોઝ કરી હતી તેમ જ તેને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ કર્યું હતું એવા સમાચાર મળ્યા છે. ત્યાર પછી આલિયા અને રણબીરે સગાઈ ને સેલિબ્રેટ કરવા માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન પર કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આલિયા અને રણબીર કપૂરના સગાઈ અને લગ્નની વાતો સામે આવી હતી. પરંતુ તે વિશે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો બન્ને સ્ટાર્સ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે નજરે આવશે. આ ફિલ્મમાં આલિયા અને રણબીરની સાથે અમિતાભ બચ્ચન પણ મૂખ્ય ભૂમિકામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શું આલિયા-રણબીરની થઈ ગઈ સગાઈ? જાણો રણબીરે કેવી રીતે કર્યું પ્રપોઝ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/alia-bhatt-and-ranbir-kapoor-are-already-engaged-know-about-details/
via Best Gujarati News
0 Comments