એક્ટ્રેસ તનાઝ સાથે થઈ આ દુર્ઘટનાને મિત્રોએ સમજી મજાક, પછી થયું એવું કે…
ટીવી એક્ટર્સ તનાઝ અને બખ્તયાર માટે એપ્રિલ ફૂલ ડે મુશ્કેલી ભર્યો રહ્યો. પરંતુ સૌથી અજીબ વાત એ છે કે જ્યારે આ બન્ને સ્ટાર્સે તેમની સાથે થયેલી દુર્ઘટનાની જાણ નજીકના મિત્રો અને પરિવારના સદસ્યોને કરી તો તેમને આને એપ્રિલ ફૂલ સમજી વિશ્વાસ જ ન કર્યો.
રિપોર્ટ મુજબ થયું એવું કે 1લી એપ્રિલે તનાઝ અને બખ્તયારના ઘરે આગ લાગી હતી. પરંતુ પરિવાર અને નજીકના મિત્રોને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે એપ્રિલ ફૂલ સમજી ઘટનાને હળવાશમાં લીધી અને હસવા લાગ્યા. મીડિયા સાથે વાત કરતા એક્ટ્રેસ તનાઝે કહ્યું કે બખ્તયાર અને હું રૂમમાં ઊંઘી રહ્યા હતા. ત્યારે ઘરમાં કામ કરનાર વ્યક્તિએ જોર-જોરથી બૂમો પાડી. આ સાંભળી બખ્તયાર બહાર ગયો પરંતુ જ્યારે પાછો ફર્યો તો તેની હાલત ખૂબજ ખરાબ હતી. તેઓ સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો હતો. આગને જોઈ હું અને બખ્તયાર બન્ને શોક થઈ ગયા હતા.
તનાઝે વધુ ઉમેરતા કહ્યું કે, આગ જોઈ પડોશીઓ આગને ઓલવવા માટે મદદમાં આવ્યા. ઉપરાંત ફાયર બ્રિગેડ પણ સમયાનુસાર આવતા આગને જલ્દી કાબૂમાં લેવામાં આવી હતી. 45 મિનિટના સંઘર્ષ બાદ આગ નિયંત્રણમાં આવી હતી. તનાઝે કહ્યું કે જ્યારે અમે આ દર્ઘટના વિશે અમારા પરિવારના સદસ્યો અને મિત્રોને જણાવ્યું તો તેમને વિશ્વાસ ન થયો. બધાને પહેલીવાર એવું જ લાગ્યું કે અમે તેમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છીએ. પરંતુ જ્યારે તેમને વાસ્તવિકતા વિશે જાણ થઈ તો તેમને પણ આંચકો લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post એક્ટ્રેસ તનાઝ સાથે થઈ આ દુર્ઘટનાને મિત્રોએ સમજી મજાક, પછી થયું એવું કે… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/fire-breaks-out-in-actress-tanaaz-bakhtiyar-irani-homes/
via Best Gujarati News
0 Comments