ફિલ્મ દે દે પ્યારનું ટ્રેલર થયું રિલીઝ, મસ્તી અને રોમાન્સનો ઓવરડોઝ
અજય દેવગન સ્ટારર રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર આજે તેમના 50માં બર્થડેના દિવસે જારી કર્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન સિવાય તબ્બુ અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. 2 મિનિટ 56 સેકન્ડના આ ટ્રેલરમાં રોમાન્સ, ફન, મસ્તી, ડ્રામા અને કોમેડી છે.
ફિલ્મમાં અજય દેવગનના આ પાત્રની ઉંમર 50 વર્ષની જણાવવામાં આવી છે. જે તેમની વાસ્તવિક ઉંમર છે. પરણિત આશીષને 26 વર્ષની આયશા એટલે રકુલ પ્રીતથી પ્રેમ થઇ જાય છે. ટ્રેલરમાં અજય દેવગન રકુલથી ફ્લર્ટ કરે અને તેને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરતા નજરે પડી રહ્યા છે. અજય દેવગન એક સીનમાં તેમની માચો બોડીને કાચમાં જોઇ રહ્યા છે અને તે બાદ કઇક એવું કરે છે જેમ છાતીમાં ગોળી ચલાવી રહ્યા હોય. આશીષનો એક પુત્ર છે. જેની ઉંમર આયશાની લગભગ બરાબર છે.
ફિલ્મમાં એક જગ્યા જ્યારે જાવેદ જાફરી ઉંમર ગેપ વાળા કપલની વાત કરીએ તો જવાબમાં અજય માઇકલ ડગલસ અને કેથરીન જેટા-જોન્સ, જોર્જ ક્લૂની અને તેની વાઇફની સાથે સાથે કરીના અને સેફની જોડીનું પણ નામ લે છે. કુલ મળીને ટ્રેલર ખૂબ મજેદાર અને કોમેડીથી ભરપૂર છે. ટ્રેલરના અંતમાં અજય દેવગનની એક્સ વાઇફ તબ્બૂ એટલે મંજૂ, અજય દેવગન અને રકુલ પ્રીતનો લવ ટ્રાએંગલ મજેદાર બનતું દેખાય છે. ફિલ્મ મનોરંજનથી ભરપૂર દેખાય રહી છે અને પૈસા વસૂલ સાબિત હોય નજરે આવી રહી છે.
હાલમાં આ ફિલ્મના પોસ્ટર જારી કર્યુ હતુ. જેમા અજયનું કેરેક્ટર ફિલ્મમાં બે મહિલાઓના વચ્ચે દેખાય રહ્યા. તબ્બુ એક વિંટેજ કાર પર છે. જ્યાકે રકુલ પ્રીત એખ સ્પોર્ટ્સ કાર પર બેસેલી દેખાય રહ્યા છે. પોસ્ટર જોઇને સાફ લાગી રહ્યું છે કે અજય બન્ને કાર પર સવાર થતો દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં આલોકનાથ પણ કઇક અલગ રંગમાં રંગાયેલા નજરે પડી રહ્યા છે.
આ ફિલ્મને પ્યારનો પંચનામા ફેમ ડાયેરેક્ટર લવ રંજન પ્રોડ્યુસ કરી રહ્યા છે. લવ રંજનના આ ફિલ્મની કહાની પણ લખ્યું છે. ભૂષણ કુમાર અને લવ રંજન દ્વારા પ્રોડ્યુસ કઇ ગઇ ફિલ્મ દે દે પ્યાર દે આ વર્ષે 17 મેંએ રિલીઝ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ફિલ્મ દે દે પ્યારનું ટ્રેલર થયું રિલીઝ, મસ્તી અને રોમાન્સનો ઓવરડોઝ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/bollywood-film-de-de-pyaar-de-official-trailer-relies/
via Best Gujarati News
0 Comments