પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે આજે ફેર્મ ભર્યું હતું જેમાં પોતાની મિલકત અંગે વિગતો દર્શાવી હતી જેમાં તેની પાસે કુલ૩૫.૭૩કરોડ ની મિલકત હોવાનું જાહેર કર્યું હતું જેમાં પત્ની મંજુલાબેન ની સંપતી ૧૧.૧૬ કરોડ હોવાનું જાહેર કર્યું છે.

પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર રમેશભાઈ ધડુકે ઉમેદવારીપત્ર માં કરેલ સોગંદનામાં માં એવું જણાવ્યું છે કે પોતે૧૯૮૦ની સાલ માં ગોંડલ ની સંગ્રામસિંહજી હાઇસ્કુલ માં ધો દસ પાસ કરેલ છે અને પોતે રીયલ એસ્ટેટ તથા ટ્રેડીંગ બીઝનેસ ઉપરાંત ખેતીકામ કરે છે.

તેમના પત્ની મંજુલાબેન પણ ઘરકામ અને ખેતીકામ કરે છે. અને તેમના પર૧૬, ૯૮,૧૨, ૬૬૪ રૂપિયાની કુલ જવાબદારી છે જયારે તેમના પત્ની મંજુલાબેન પર૪, ૮૧, ૩૨,૦૩૩ની જવબદારીઓ છે.

જંગમ મિલકતમાં શું શું
પોતાના હાથ પર રોકડ ૪,૯૦,૨૫૯, પત્નીના હાથ પર રોકડ૧૮,૨૮,૧૩૦
પોતાના દસ બેન્કખાતામાં રોકડ ૧,૯૯,૧૧૪પત્નીના દસ બેન્કખાતા માં રોકડ૧,૩૬,૯૬૨ * પોતાની પાસે ગોંડલ નાગરિક બેંક અને કો ઓપ બેંક ઓફ્ રાજકોટ ના કુલ૧૫૦૫૦ની કીમત ના બે શેર તથા પત્ની પાસે પણ૭૦૫૦ની કીમત ના બે શેર * પોતાને કરજદારો પાસે મળવાપાત્ર રકમ૩૮કરજદારો પાસે થી કુલ ૧૬,૯૦,૫૪,૪૯૦રૂપિયા પત્નીને કરજદારો પાસેથી મળવાપાત્ર રકમ૬કરજદારો પાસેથી કુલ ,૪૧,૧૩,૬૧૪ રૂપિયા * પોતાની પાસે૪૨,૯૩,૧૧૦ની કીમતની ત્રણ કાર પોતાની પાસે સોનાના દાગીના ના૩૫૫.૫૬ગ્રામ ના૧૨,૬૬,૪૭૪ની કીમતના એકંદરે કુલ૧૭,૫૩,૧૮,૪૯૭ની જંગમ મિલકત પોતાની પાસે અને૨,૬૦,૮૫,૭૫૬રૂપિયા ની જંગમ મિલકત પત્ની પાસે છે.

પત્ની પાસે પણ વિવિધ ખેતી ની જમીન પ્લોટ,દુકાન મળી કુલ૮,૫૬ ૭૪,૧૫૦રૂપિયાની સ્થાવર મિલકત છે ઃ બન્ને મળી ને કુલ ૧૫.૬કરોડની સ્થાવર મિલકત હોવાનું જાહેર કર્યું છે, અને રાજકોટ ની કો ઓપ બેંકને લોનની ૪૭.૬૨લાખની રકમ ચુકવવાની બાકી હોવાનું જણાવ્યું છે એ સિવાય કુલ ૫૦ લોકો ને ૧૬,૪૧,૧૧,૩૬૬ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું અને પત્ની મંજુલાબેને ૧૨ લોકોને ૩,૫૯,૧૭,૦૯૯ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું છે અને તેમના પર કોઈ પણ કેસ ન હોવાનું જણાવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પોરબંદરના ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક પાસે કેટલા કરોડની છે સંપત્તિ, જાણો વિગતે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/porbandar-bjp-candidate-ramesh-dhaduk-has-assets-worth-rs-35-73-crore/
via Best Gujarati News