। પાટણ ।

પાંચ લાખથી વધુ ઠાકોર મતો ધરાવતી પાટણ બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે ખેરાલુના વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેદાને ઉતારતાં આ બંને ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચેનો મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. ૧૯૫૭માં પાટણ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. પાટણ લોકસભાની બેઠક ઉપર અત્યાર સુધીમાં ૧૫ લોકસભાની ચૂંટણીમાં એક વખત અપક્ષ, ચાર વખત કોંગ્રેસ, પાંચ વખત ભાજપ જ્યારે પાંચ વખત અન્ય પક્ષ કે પાર્ટીના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર, મુસ્લિમ, દલિત, રાજપૂત/દરબાર, પાટીદાર તેમજ ચૌધરી પટેલ સહિતના જ્ઞા।તી સમીકરણ ધરાવે છે. અહીં જીતની ફોર્મ્યુલા તમામ જ્ઞા।તિય સમીકરણ છે. ઠાકોર જ્ઞા।તિના સૌથી વધુ પાંચ લાખથી વધુ મતદારો નિર્ણાયક છે જેથી બંને પક્ષોએ ઠાકોર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

પાટણ લોકસભા બેઠકનું ગણિત જોઇએ તો સૌથી વધુ ઠાકોરના પાંચ લાખથી વધુ મત, મુસ્લિમ સમાજના બે લાખથી વધુ મત, દલિત સમાજના પોણા બે લાખથી વધુ મત, રાજપુત-દરબાર સમાજના ૧.૩૫ લાખથી વધુ મત, ચૌધરી આંજણા સમાજના ૧.૨૦ લાખથી વધુ મત જ્યારે પાટીદાર સમાજના ૧.૨૦ લાખથી વધુ મતો છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતો તો તે પહેલાં ૨૦૦૯માં કોંગ્રેસ જગદીશ ઠાકોરે ભાજપના તત્કાલિન ઉમેદવાર ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતા. આ બેઠક ઉપર ૧૯૫૭માં કોંગ્રેસના મોતીસિંહ ઠાકોર, ૧૯૬૨માં કોંગ્રેસના પુરષોત્તમ પટેલ જીત્યા હતા પછી ૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટીના ડાહ્યાભાઇ પરમાર તો ૧૯૭૧ અને ૧૯૭૭માં ખેમચંદ ચાવડા જીત્યા હતા. ૧૯૮૦માં કોંગ્રેસના હીરાચંદ પરમાર તો ૧૯૮૪માં કોંગ્રેસના પૂનમચંદ વણકર જીત્યા હતા પછી ૧૯૮૯માં જનતાદળના ખેમચંદ ચાવડા જીત્યા હતા તો ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૮માં ભાજપના મહેશ કનોડિયા જીત્યા હતા. ૧૯૯૮માં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલ જીત્યા હતા પછી ૨૦૦૪માં ભાજપમાંથી મહેશ કનોડિયા જીત્યા હતા જ્યારે ૨૦૦૯માં કોંગ્રેસ અને ૨૦૧૪માં ભાજપ જીતી હતી. ૨૦૧૪માં લીલાધર વાઘેલા ૧.૩૮ લાખની લીડથી જીત્યા હતા પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં સ્થિતિ બદલાઇ છે કેમ કે, પાટણની સાત વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી છે જ્યારે એક કોંગ્રેસ સર્મિથત અપક્ષ ઉમેદવાર જીત્યા છે જ્યારે ભાજપ પાસે ત્રણ બેઠકો છે.

૨૦૧૪ની તુલનાએ ૨૦૧૯માં ૧,૭૦,૨૯૨ મતદાતા વધ્યા

કોનું પ્રભુત્વ

પાટણ લોકસભા બેઠક ઘણા ટર્મ સુધી એસસી બેઠક હતી. જનરલ કેટેગરીમાં આવ્યા બાદ ર૦૦૯ અને ર૦૧૪ની ચૂંટણીમાં એક વખત કોંગ્રેસ, એક વખત ભાજપ વિજેતા થયું છે. ઠાકોર મતદારોનું પ્રભુત્વ હોય બંને પાર્ટીઓ ઠાકોર ઉમેદવાર પર નિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાટણની પ્રજાની પ્રભુતા જીતવા કોંગ્રેસના જગદીશ ઠાકોર અને ભાજપના ભરતસિંહ ડાભી વચ્ચે જંગ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/patans-people-lord-only/
via Best Gujarati News