જીમ ઇન્સ્ટ્રક્ટરે યુવતીને આપી ધમકી, કહ્યું “તારી ભાભી સાથે સંબંધ નહીં રાખવા દે તો…”
સુરતમાં ભાઇ અને ભાભીનાં સંબંધનું રક્ષણ કરવા મથી રહેલી બહેનને ધમકી મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં વિધર્મી જીમ ઇન્સ્ટ્રક્ટર અને ભાભી વચ્ચેનાં પ્રેમ સંબંધને લઇને બહેને આ સંબંધ અટકાવવાનો પ્રયત્ન કર્યો. ભાઇનો ઘરસંસાર બચાવવા મથી રહેલી આ બહેનને જો કે મોતની ધમકી આપવામાં આવી છે. આ મામલે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સુરતનાં અડાજણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ઇલિયાસ અને ફરિયાદીની ભાભી વચ્ચે પ્રેમ હતો અને તે નહીં રાખવા માટે તેમને સમજાવવામાં આવતા હતા. જો કે તેઓ સમજ્યા નહોતા અને મહિલાને ધમકી આપવામાં આવી હતી. જીમ ઇન્સ્ટ્રકર ઇલિયાસે માથાકૂટ કરી હતી અને મહિલાને ધમકી આપતા કહ્યું હતુ કે, “તુ મને તારી ભાભી સાથે કેમ સંબંધ રાખવા નથી દેતી? વચ્ચે આવીશ તો પતાવી દઇશ.”
આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી ઇલિયાસની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જીમ ઇન્સ્ટ્રક્ટરે યુવતીને આપી ધમકી, કહ્યું “તારી ભાભી સાથે સંબંધ નહીં રાખવા દે તો…” appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gym-instructor-threaten-women/
via Best Gujarati News
0 Comments