ભાજપે સુરત અને મહેસાણા બેઠક પર ઉમેદવારનાં નામની કરી જાહેરાત, જાણો કોને મળી ટિકિટ
ભાજપે ગુજરાતમાં પોતાના વધુ 2 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. ભાજપે મહેસાણાથી શારદા બેન પટેલને અને સુરતથી દર્શના જરદોશને મેદાને ઉતાર્યા છે, ત્યારે હવે ફક્ત અમદાવાદ પૂર્વમાંથી જ ભાજપનાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપે 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરેલા 2 ઉમેદવારો વિશે તમને જણાવીએ તો મહેસાણા લોકસભા સીટ પરથી ભાજપે જેમને ટિકિટ આપી છે તે શારદાબેન પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલનાં પત્ની છે. શારદાબેન અત્યારે સ્વેચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
Bharatiya Janata Party releases list of candidates for parliamentary constituencies of Mahesana and Surat in Gujarat and Thrissur in Kerala. pic.twitter.com/gRfDPPz3wT
— ANI (@ANI) April 2, 2019
જ્યારે દર્શના જરદોશ સુરત બેઠક પરથી ભાજપ તરફથી મેદાને ઉતરશે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું સભ્ય પદ ધરાવે છે અને તેઓ 2009માં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. આ ઉપરકતાં તેઓ 2014માં પણ ફરીથી અહીં વિજય થયા હતા, એટલું જ નહીં, પરંતુ તેમણે પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મત સહિત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીનાં ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી 2014 દરમિયાન ચોથા ક્રમની સૌથી વધુ લીડ છે. તેમણે 76.6 ટકા મત મેળતી જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે 26માંથી 6 સીટો પર મહિલા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. આ પહેલા પૂનમ માડમ, ગીતાબેન રાઠવા, રંજન ભટ્ટ અને ભારતી શિયાળને ટિકિટ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભાજપે સુરત અને મહેસાણા બેઠક પર ઉમેદવારનાં નામની કરી જાહેરાત, જાણો કોને મળી ટિકિટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bjp-announced-two-more-candidates-name/
via Best Gujarati News
0 Comments