વડોદરા: ભારતીય ટીમનાં પૂર્વ કૉચ સટ્ટો રમતા ઝડપાતા ખળભળાટ, 19 લોકોની ધરપકડ
દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણીનાં વાયરા સાથે સાથે IPLનો ઉન્માદ પણ છવાયેલો છે. IPL દરમિયાન સટ્ટાખોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વડોદરાનાં રણજી ટીમનાં પૂર્વ કૉચ તુષાર આરોઠે પણ સટ્ટો રમતા ઝડપાયા છે. આ આખા કાંડમાં વડોદરાનાં પૂર્વ ક્રિકેટરો પણ સંડોવાયેલા હોવાની શક્યાતો વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gujarat: Former Indian Women Cricket Team Coach Tushar Arothe(pic 1) arrested in Vadodara in connection with IPL betting.JS Jadeja(pic 2),DCP Crime Branch,says,“We arrested Tushar Arothe along with 18 other persons during a raid at a cafe. Their phones&vehicles have been seized.” pic.twitter.com/YrC7bBT9G5
— ANI (@ANI) April 2, 2019
પોલીસે IPL પર સટ્ટો રમતા 19 લોકોની ધરપકડ કરી છે. આ સટ્ટાખોરો અલકાપુરી શગુન ઑક્ઝિટીકોમાં કાફેની આડમાં સટ્ટો રમી રહ્યા હતા અને ત્યાંથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
જો કે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પૂર્વ કૉચ તુષાર આરોઠે પણ આમાં સંડોવાયેલા છે. તુષાર અરોઠે 2017-2018 દરમિયાન ભારતીય મહિલા ટીમનાં કૉચ હતા. તેઓ વડોદરા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચુક્યા છે. ક્રાઇમ બ્રાન્ચે સગુન ઑક્ઝોટિકામાં કાફેની આડમાં IPL મેચો પર સટ્ટો રમાતો હોવાની જાણકારી મળતા ત્યાં રેડ પાડી હતી, જેમાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અલગ અલગ એપ્લિકેશન્સ દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે 14 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તુષાર અરોઠે 114 ફર્સ્ટક્લાસ મેચ રમી ચુક્યા છે અને તેમાં તેમણે 6105 રન બનાવ્યા હતા તેમજ 225 વિકેટ ઝડપેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વડોદરા: ભારતીય ટીમનાં પૂર્વ કૉચ સટ્ટો રમતા ઝડપાતા ખળભળાટ, 19 લોકોની ધરપકડ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/19-arrested-for-betting-on-ipl-matches-in-baroda/
via Best Gujarati News


0 Comments