વડોદરા: માતાએ લજવી મમતા, પૈસાની લાલચમાં સગીર દીકરીનો કર્યો સોદો અને પછી….
વડોદરાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરામાં એક માતાએ પૈસાની લાલચમાં પોતાની દીકરીનો સોદો કર્યો હતો. કળયુગની આ માતાએ માની મમતાને લજવતા 1.35 લાખ રૂપિયામાં પોતાની દીકરીનો સોદો કર્યો હતો. સગીર દીકરીને યુવતી દર્શાવવા માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજનાં આધારે સગીરા સાથે આધેડે લગ્ન કર્યા હતા. આ મામલે પોલીસે 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે 7 પુરૂષો સહિત 9 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કહેવાય છે કે ‘જનની જોડ જડતી નથી’ અને માનાં તોલે કોઇપણ આવી શકતુ નથી. પરંતુ આ કિસ્સામાં જે સામે આવ્યું તે ઘણું ચોંકાવનારું છે. માતા પોતાનો સ્વાર્થ ભૂલીને પોતાના બાળકોને માટે જીવન જીવતી હોય છે ત્યારે આવા કિસ્સાઓ સમાજ માટે બીમારી જેવા છે.
વડોદરામાં માતાએ દલાલો સાથે મળીને આ કામને અંજામ આપ્યો હતો. માતાએ દલાલો સાથે મળીને પોતાની સગીર દીકરીને બોગસ દસ્તાવેજો વડે યુવતી દર્શાવી હતી અને ત્યારબાદ તેના લગ્ન આધેડ સાથે કરાવ્યા હતા. પૈસાની લાલચમાં માતા દ્વારા સોદો કરાયાનો આ કિસ્સો સામે આવતા જ પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે આ મામલે 7 પુરૂષો સહિત 9 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વડોદરા: માતાએ લજવી મમતા, પૈસાની લાલચમાં સગીર દીકરીનો કર્યો સોદો અને પછી…. appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/for-money-mother-daughter-deal-in-baroda/
via Best Gujarati News
0 Comments