કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં બાકી રહેલી 12 બેઠકો પર કયા ઉમેદવાર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે. આ નામો થોડીકવારમાં સામે આવી શકે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અત્યારે કૉંગ્રેસે 4 ઉમેદવારોનાં નામ પસંદ કર્યા છે. 

આ પહેલા ચર્ચા હતી કે કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠકમાં કૉંગ્રેસનાં 3 મોટા નેતાઓનાં ચૂંટણી લડવા પર પણ નિર્ણય લેવામાં આવશે, ત્યારે હવે જાહેર કરવામાં આવ્યું છે કે કૉંગ્રેસનાં પરેશ ધાનાણી અમરેલીથી, ગાંધીનગરથી સી.જે.ચાવડા અને જામનગરથી મૂળુ કંડોરિયા ચૂંટણી લડશે. તો સુરેન્દ્રનગરથી ગાંડા પટેલનાં નામ પર મહોર મારવામાં આવી છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કૉંગ્રેસ તરફથી થવાની બાકી છે.

તો કૉંગ્રેસે દાદરા નગરમાં હવેલીમાં સત્તાવાર રીતે પ્રભુ ટોકિયા પર પસંદગી ઉતારી છે. પ્રભુ ટોકીયા વર્ષોથી દાદરા નગર હવેલીમાં આદિવાસીઓનાં ન્યાય માટે લડત ચલાવતા આવ્યા છે.

કૉંગ્રેસ થોડીકવારમાં સત્તાવાર રીતે બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, ખેડા, દાહોદ, ભરૂચ અને સુરત બેઠક પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી શકે છે. તો બીજી તરફ અહેમદ પટેલે ચૂંટણી લડવાની ના કહી છે. તેઓએ કહ્યું કે, “અત્યારે મારા પર બીજી મોટી જવાબદારી છે.” તો શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી નહિં લડે તેવી માહિતી મળી રહી છે. તો પરેશ ધાનાણી પણ ચૂંટણી લડવી કે નહિં તેનો જાતે નિર્ણય કરશે. રાહુલ ગાંધી ચૂંટણી લડવા અંગે કોઇપણ નેતાને દબાણ નહીં કરે તેવું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કૉંગ્રેસે વધુ 4 ઉમેદવારોનાં નામ પર લગાવી મહોર, અમરેલીથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-announced-4-more-name-for-loksabha-election-gujarat/
via Best Gujarati News