આગામી 4 દિવસ ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં જાહેર કરાયું યલો એલર્ટ
ગરમીએ અંગ દઝાડી દે તેવી આગ ઓકવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમભરમાં ગરમીનો મારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આગમી 4 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40ને પાર જોવા મળ્યો, ત્યારે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર 42.3 ડિગ્રીનાં તાપમાનમાં દાઝ્યું, તો અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન રહ્યું.
આગામી સમયમાં ગુજરાતમાં ઉનાળો આકરો રહેશે
ગરમી વધવાની સાથે જ લોકાનાં બેભાન થવાનાં કેસ પણ વધી ગયા છે. અમદાવાદમાં બેભાન થવાના 90 જેટલા કેસ નોંધાયા છે. તો ઝાડા-ઉલ્ટીનાં 528થી વધારે કેસ નોંધાયા છે. તો હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં ઉનાળો આકરો રહેશે અને ખેતી પર પણ તેની ગંભીર અસરો જોવા મળશે. સાથે સાથે અલ-નીનો સક્રીય થવાના કારણે ચોમાસા પર પણ તેની અસર જોવા પડશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ધરતી ડ્રાય બનશે અને સામાન્ય કરતા વધુ આકરો હીટવેવ છવાયેલો રહેશે. ઉનાળા દરમિયાન 0થી 1 ડિગ્રી સેલ્સીયસ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. ભારતીય હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી છે કે જો પ્રી-મોન્સૂન વરસાદ નહિં આવે તો જમીન ડ્રાય થઇ જશે.
આવી ગરમીથી બચવા માટે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે
– ઉનાળામાં વધુને વધુ પ્રવાહી પીણા જરુરી.
– ગરમીમાં દહી અને દહીની બનાવટો ફાયદાકારક.
– લસ્સીમાં કેટલાય પ્રકારનાં પોષક તત્વ હોય છે. લસ્સી પીવી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. લસ્સીમાં લેકિટક એસિડ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવે છે. આ ઉપરાંત લસ્સીમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છેજેના કારણે શરીરમાં ફેટ જમા થતુ નથી અને વજન વધતુ નથી. સાથે સાથે લસ્સીનું સેવન કરવાથી પેટમાં બળતરા થતી નથી. લસ્સીથી એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે અને અકાળે વાળ સફેદ થતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આગામી 4 દિવસ ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં જાહેર કરાયું યલો એલર્ટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/yellow-alert-in-ahmedabad-weather-department-predicated-heat-waves-in-gujarat/
via Best Gujarati News
0 Comments