મહેંદી લગાવવાના ફાયદા
હેર ટિપ્સ :- હેતા પટેલ
અલબત્ત મહેંદી લગાવવાથી વાળ ડ્રાય થઇ જતાં હોવાની ફરીયાદ ઘણાં લોકો કરતાં હોય છે. પરંતુ અહી વાત એમ છે કે જો તમે મહેંદી વાળમાં યોગ્ય રીતે લગાવો તો તે વાળ માટે ખરેખર ખૂબ જ ગુણકારી છે. તે તમારા વાળની નુક્શાન નથી પહોંચાડતી. મહેંદી વાળને ડ્રાય બનાવે છે, પરંતુ જો તમે મહેંદી કરાવ્યા બાદ ડીપ કંડિશ્નીંગ કરીને વાળને ધોશો તો તેની ડ્રાયનેસ જતી રહેશે. અને મહેંદીને યોગ્ય રીતે વાળમાં મુકશો તો તે વાળનો ગ્રોથ વધારવામાં, ખોડાની સમસ્યા દુર કરવામાં તો મદદરૂપ થશે જ થશે, સાથે સાથે વાળને કેમિકલયુક્ત કલરથી પણ તમે મહેંદીથી બચાવી સકશો. વાળને કેમિકલયુક્ત કલર કરીને લાંબે ગાળે સાવ બગાડવા તેના કરતાં થોડી માવજત કરીને મહેંદી લગાવવી ખૂબ સારી રહેશે.
વાળ ખરતાં અટકાવે
જે છોકરીઓને વાળ ખરવાની સમસ્યા હોય તેને માટે મહેંદી ગુણકારી બની રહેશે. વાળ ખરવાની સમસ્યામાં મહેંદીમાં મેથી પલાળીને ક્રશ કરીને નાખવી. તેને મીક્સ કરી આ પેસ્ટને સ્કાલ્પમાં લગાવવાથી તમારા સ્કાલ્પ મજબૂત બનશે. આ પેકથી વાળ ખરતાં બંધ થશે, મેથી વાળમાં કુદરતી કંડિશ્નરનું કાર્ય કરશે અને વાળને મૂળથી મજબૂત બનાવશે.
કુદરતી કંડિશ્નર અને શાઇનર
વાળ ડ્રાય, રફ અને શાઇનલેસ થઇ ગયાં હોય તો મહેંદીમાં દહીં અને એક ઇંડુ મીક્સ કરો. આ પેસ્ટને વાળમાં માત્ર અડધી કલાક માટે લગાવીને ધોઇ નાખોં. મહેંદી, ઇંડુ અને દહી વાળ માટે કુદરતી કંડીશ્નર સાબીત થઇને વાળને સોફ્ટ તેમજ શાઇની બનાવશે. વાળને ચમકીલા બનાવવા માટે આ ખૂબ યોગ્ય પેક છે. ખાલી એકવાતનું ધ્યાન રાખવું કે તમે વાળમાં આ પેકને માત્ર કંડિશ્નર માટે જ લગાવતાં હોય તો માત્ર વીસ મિનિટ કે અડધી કલાક રાખીને વાળ ધોઇ લેવા.
ખોડાની સમસ્યા દુર કરશે
જે સ્ત્રીને ખોડાની સમસ્યા સતાવતી હોય તેણે મહેંદીમાં એક આખું લિંબુ અને દહીં નાખીને સ્કાલ્પમાં મહેંદી લગાવવી. આ પેક તમે દર પંદર દિવસે છ મહીના સુદી લગાવશો તો ખોડાની સમસ્યામાંથી છુટકારો મળી જશે. એટલું જ નહી એક વર્ષ સુધી જો આ પેક લગાવતાં રહેશો તો ખોડો ફરીથી ક્યારેય નહી થાય.
માથાની ખંજવાળ દુર કરે છે
ગરમીમાં માથામાં પરસેવાને કારણે વારંવાર ચળ આવવા લાગે છે. મહેંદી આ ચળમાંથી રાહ આપે છે. મહેંદીમાં એન્ટીફંગલ અને એન્ટીમાઇક્રોબીઅલ ગુણ હોય છે જે ખંજવાળની સમસ્યા દુર કરે છે, તેમજ માથામં ઠંડક પણ આપે છે, જે તણાવને દુર કરવામાં પણ મદદરૂપ થાય છે.
કુદરતી કલર
મહેંદીનો સૌથી કોમન ઉપયોગ વાળને કલર કરવા માટે થાય છે. બજારમાં મળતાં અત્યંત કેમિકલયુક્ત કલર કરતાં મહેંદી સો ટકા શુદ્ધ અને નેચરલ છે જેને વાળમાં કલર કરવા માટે ઉપયોગમાં લેવામાં કોઇ જ આડઅસર નહી થાય. અલબત્ત વાળમાં ડ્રાયનેસ ન આવે તે માટે મહેંદીમાં દહીં, મેથી, ઇંડુ, અને બે ચમચી તેલ નાખવું.
વાળને ચમકીલા બનાવવા
મહેંદીમાં ટેનીન નામનું પોષક તત્વ હોય છે, જે વાળના મૂળમાં જઇને તેને હેલ્ધી બનાવવાની સાથે સાથે વાળને કુદરતી ચમક પણ આપે છે.
ઓઇલ પ્રોડક્શનને સંતુલીત કરે છે
મહેંદી વાળ અને તેના મૂળમાં રહેલાં અતીસક્રિય સીબેશીસ ગ્લેંડ્સને ઠંડક પહોંચાડે છે. મહેંદી વાળમાં રહેલાં ઓઇલ પ્રોડક્શનની પ્રક્રિયાને નિયંત્રીત કરે છે. મતલબ કે જે લોકોને નેચરલી જ ઓઇલી હેર હોય તેના માટે મહેંદી ખૂબ લાભદાયી બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મહેંદી લગાવવાના ફાયદા appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/mehdi-eclipse-benefits/
via Best Gujarati News
0 Comments