તને પરવાનગી કોણે આપી?
પેરન્ટિંગ :- ડો. સ્વાતિ નાયક
પલ્લવી આજે બહુ ખુશ હતી . બારમાં ધોરણની થકવી નાખતી પરીક્ષાઓ આપી આપીને હવે એ શાંતિ અનુભવતી હતી. ઘણા સપના હતા,ઘણા પ્લાન હતા.હવે એક પછી એક પુરા કરવાના હતા.રિઝલ્ટ આવે પછીતો દોડાદોડી શરૂ થઈ જવાની હતી. એડમિશનની માથાકૂટ કરવાની હતી. એની મમ્મી નિરીક્ષાએ અત્યાર સુધી એને ટેબલ પર નાસ્તા પહોંચાડયા હતા, હવે એ રસોઈ કરીને મમ્મીને જમાડવાની પણ હતી. ત્યાં એની ખાસ મિત્ર લીનાનો ફેન આવ્યો એટલે ખુશી બેવડાઈ ગઈ.લીના જ બધુ પ્લાનિંગ કરી લેવાની હતી. પાર્ટી,ફ્લ્મિો, ફ્રવા જવાનું …બધું જ…પલ્લવીએ એની મમ્મીને કહી દીધું કે એ હવે નિરાંતે રખડશે.એની મમ્મી નિરીક્ષાબેન ને આમ તો કોઈ જ વાંધો ન હતો.પણ એમની જીદ હતી કે પલ્લવી જ્યાં જાય ત્યાં પૂછીને જાય અને એટલું જ નહીં ..એ માત્ર છોકરીઓના ગ્રુપ માં જ જાય. છોકરાઓ સાથે બિલકુલ નહિ..
સાંજે જમતી વખતે પલ્લવીનું મો ચડેલું જોઈ એના પપ્પાએ પૂછયું,”શુ થયું?”
પલ્લવી રડી પડી. ,”પાપા , કેવું એમ્બેરેસિંગ લાગે!!! મારે લીનાને કાયમ કહેવું પડે છે..” આ વખતે નહિ અવાય, ઘરેથી પરમિશન નથી,પરીક્ષા છે.. વગેરે વગેરે.. પણ હવે શું બહાનું કાઢું? મારા માબાપ જુનવાણી છે એવું થોડું કહેવાય?”
“પણ અમે જુનવાણી નથી. તને છોકરા છોકરી સાથે ભણતા હોય એવી સ્કૂલમાં જ ભણાવી છે..” મમ્મીએ કહ્યું, “પણ પાર્ટી,પિક્ચરની વાતો જુદી હોય. હા, છોકરાઓ કોઈકને ઘરે, એમના માબાપની હાજરીમાં ભેગા થઈ પાર્ટી કરે એનો વાંધો નથી. તું બોલાવ મિત્રોને. પણ મોડે સુધી એકલા રખડવાનું મને તો યોગ્ય નથી લાગતું.”
“તને કઈ સમજ ન પડે.” પલ્લવીએ મો ફુલાવી કહ્યું.
પપ્પાએ પૂછયું,”તમે એકલી છોકરીઓ જ ન રખડી શકો?”
“હા,પણ લીનાનું ગ્રુપ છે.”
“તારી શુ ઈચ્છા છે?”
“કઈ નહિ, બસ મઝા કરવી છે.”
“તો છોકરીઓ ફ્લ્મિ જોવા જાવ અને રવિવારે સાંજે હું અને લીનાના પપ્પા તમને છોકરા છોકરીઓને બીચ પર લઈ જઇશું. જો બેટા, અમને તારા પર વિશ્વાસ છે. પણ તારી ઉંમર એવી છે કે તું કોઈ પણ વ્યક્તિ પર સહેલાઈથી વિશ્વાસ મૂકી દેશે. અને એ જોખમી ન નીવડે એ માટે અમે આ વિચાર્યું છે. અને અમને છોકરાઓ વિશ્વાસ મુકવા યોગ્ય લાગશે તો અમે છૂટ આપીશું જ. કોલેજ જશો ત્યારે આ છૂટ મળશે જ..” પપ્પાની વાત પલ્લવી ધ્યાનથી સાંભળી રહી હતી.
મમ્મીએ એના માથે હાથ ફેરવી કહ્યું,”દીકરા,તું બહુ વ્હાલી છે અમને,એટલે તારી ચિંતા રહે ને? છોકરાઓ સાથે ફ્રવું એ આધુનિકતાની એકમાત્ર નિશાની નથી, આપણી વિચારસરણી આધુનિક હોવી જોઈએ.આ ઉંમર અકર્ષણની હોય, એટલે દોસ્તી સારા લોકો સાથે હોવી જરૂરી છે.”
“ઓકે , પણ તમે જાસૂસી ન કરશો.. હું તમારાથી છુપાવીને ક્યાંય નહીં જાઉં..”
પલ્લવી સમજુ છોકરી હતી. તરુણ છોકરીઓને છોકરાઓ સાથે હરવું ફ્રવું અજુગતું નથી લાગતું. પણ એમની સાથે કોની દોસ્તી છે એ તો માબાપે જુનવાણી ગણાઈને પણ તપાસવું જ રહ્યું.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post તને પરવાનગી કોણે આપી? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/give-permission-who-to-you-2/
via Best Gujarati News
0 Comments