રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર હજી સુધી ભાજપ પોતાના ઉમેદવાર માટે શોધખોળ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ.જે.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ મોડી રાત્રે એ.જે.પટેલના ઘરે કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

એ.જે પટેલની જો વાત કરવામાં આવે તો એ.જે.પટેલ એક સામાજિક આગેવાન છે. તેમજ તેઓ 1999ની સાલમાં પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમજ તેઓ 25 વર્ષ સુધી સિનિયર કલાસ વન અધિકારી તરીકે ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટમાં પણ સેવા આપી ચુક્યા છે. ત્યારે એ.જે પટેલનું નામ જાહેર થતા સંદેશની ટિમે ખાસ તેમના જોડે વાતચીત કરી હતી.

એ.જે. પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે તેઓ 2 લાખથી વધુ મતથી જીતવાની મહત્વકાંક્ષા ધરાવે છે. અને એમણે એમ પણ જણાવ્યું કે મારું નામ નક્કી જ હતું પણ બીજેપી અવઢવમાં છે કે જીત માટે કોને મેદાને ઉતારવા. એના લીધે હજુ સુધી ઉમેદવાર નક્કી કરી શક્યા નથી. એ.જે.પટેલ કાર્યકર્તાઓ સાથે બહુચરાજી તેમજ દેલવાડા દર્શન કરી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ વિશે જાણવા જેવી વાત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/talk-about-congress-candidate-aj-patel-at-the-mehsana-lok-sabha-seat/
via Best Gujarati News